ગુજરાત અને ખાસ કરીને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને મળશે વાંચા, સંતો મહંતો આગેવાનોની ઉપસ્થિતમાં કાર્યાલયનો થશે પ્રારંભ

બ્રિજેશ ગૌસ્વામી
કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને થતાં અન્યાય, ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ તેમજ ખેડૂતોને જાગૃત તેમજ સંગઠિત કરવા માટે સમગ્ર ગુજરાતમાં કામગીરી થઇ રહી છે. ખાસ કરીને સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની જાગૃતિ માટે ઘનશ્યામભાઈ મોરી અને ટિમ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ રહે છે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે જરૂરી કામગીરી કિસાન ક્રાંતિ ટિમ કરી રહી છે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની વેદના અને વ્યથાને વાચા આપવા તેમજ કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને સુદઢ બનાવવા ખેડૂતોના હિત અને માહિતી માટે સિહોર ખાતે તા આવતીકાલે શનિવારના શુભ દિવસે પ.પૂ.સંત કમલેશ્વરબાપુ “શિવ શકિત સદગુરુ આશ્રમ,કરમદિયા” અને પ.પૂ.સંત તાપડિયા બાપુ “ગણેશ હનુમાનજી આશ્રમ, બેકડી” ની વિશેષ ઉપસ્થિતિમાં જે.બી. પંડયા છાત્રાલય કોમ્પ્લેક્ષ, ટાઉનહોલ, સિહોર ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ થશે. જેથી હવે ખેડૂતોના પ્રશ્નોના વાચા મળશે આ કાર્યાલય ઓપનિંગ ઉદ્ઘાટનમાં સમગ્ર રાજ્યના અનેક ખેડૂત નેતાઓ હાજરી આપશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here