દેવરાજ બુધેલીયા
ભાવનગરમાં કુંભારવાડામાંથી આજે ધોળા દિવસે કાેંગ્રેસના નગરસેવકનું રીક્ષામાં અપહરણ કરી ઢોર માર મરાયો હતો અને તેને કુંભારવાડાના ખારમાં લઇ જવા પ્રયાસ કરાયો હતો. જો કે, ચાલુ રીક્ષાએ નગરસેવક કુદી પડ હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બનાવે ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામાં પોલીસે બે શખ્સોને ઉઠાવી લીધાનું પણ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડા વોર્ડના કાેંગ્રેસના નગરસેવક ઘનશ્યામભાઇ ચુડાસમા આજે કુંભારવાડાના રામદેવનગરમાંથી બાઇક પર સવાર થઇ પસાર થતા હતા ત્યારે રીક્ષામાં આવેલા ચાર શખ્સોએ ફિલ્મીઢબે તેમનું અપહરણ કર્યુ હતુ અને કુંભારવાડાના ખાર તરફ રીક્ષાને પુરઝડપે દોડાવી હતી અને અપહૃતકારોએ ચાલુ રીક્ષાએ જ કોર્પોરેટર ઘનશ્યામભાઇને આડેધડ મુંઢ માર મારતા ઘનશ્યામભાઇને આંખ સહિતના ભાગોએ ઇજાઆે થઇ છે. ઘનશ્યામભાઇનું કહેવું છે કે, તેનું અપહરણ શા માટે કરવામાં આવ્યું તેની પોતાને કોઇ જાણ નથી. વધુમાં ‘આજે તારૂ પુરૂ કરી નાંખવું છે’ તેમ અપહરણકારોએ ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here