સર્વોત્તમ ડેરી સિહોર સાથે જોડાયેલી મંડળીઓએ સરકારની વિદેશની પ્રોત્સાહન નીતિ સામે વિરોધ દર્શાવ્યો, વડાપ્રધાન મોદીને ઉદ્દેશી શરૂ કરાઇ પોસ્ટકાર્ડ ઝુંબેશ

મિલન કુવાડિયા
કેન્દ્ર સરકાર આેસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે કરાર કરી ત્યાંથી દૂઘનો પાઉડર અને અન્ય ડેરી ઉત્પાદનો આયાત કરવા વિચારી રહી છે. જેનાથી સ્થાનિક ડેરી ઉદ્યાેગનો મૃત્યુઘંટ વાગવાની સંભાવના વ્યક્ત થઇ છે. સિહોરમાં આવેલી સર્વોત્તમ ડેરી – ભાવનગર જિલ્લા સહકારી દૂઘ ઉત્પાદક સંઘ લિ. સાથે જોડાયેલ દૂઘ મંડળીઆેએ વડાપ્રધાન મોદીને ટપાલ લખી સુચિત કરારથી દેશના દૂઘ ઉત્પાદકોને થનાર નુકશાન સંદર્ભે લાલબતી ધરી વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે ભારત દેશ વિશ્વમાં દૂઘ ઉત્પાદનમાં તથા દૂઘ અને દૂઘની બનાવટોના વપરાશમાં અગ્રગÎય દેશ છે. આથી બીજા દેશ ભારતના બજારોમાં પ્રવેશવા માટે પ્રયત્નો કરે છે. તાજેતરમાં ભારત સરકાર કરાર કરવા જઇ રહી છે. જે અંતર્ગત આેસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી સસ્તી કિંમતે દૂઘનો પાવડર અને અન્ય ડેરી ઉત્પાદનોની આયાત કરાશે. આ દેશોમાં પશુનું દૂઘ ઉત્પાદન આપણા પશુના દૂઘ ઉત્પાદન કરતા ખુબ જ વધારે છે. આથી તેઆેને આેછા ભાવે પણ ખુબ જ નફો રહે છે. માટે આ કરારથી દેશના દસ કરોડ દૂઘ ઉત્પાદકોની આજીવિકા અને આર્થિક સમો ભારતીય ડેરી ઉદ્યાેગ પડી ભાંગશે તેમજ રાજય અને જિલ્લાનો ડેરી ઉદ્યાેગ પણ ભાંગી પડશે.આ બન્ને દેશોની ડેરી પ્રાેડકટ આપણા દેશમાં આવવાથી દૂઘના ભાવમાં ધરખમ ઘટાડો થશે. આ કરાર હેઠળ સોથી વધારે નુકશાન ગુજરાત રાજયને થશે કારણ કે દેશના દૂઘ ઉત્પાદનમાં ગુજરાત રાજય ખુબ જ અગિ્રમ સ્થાન ધરાવે છે. આ માટે ગુજરાતના દરેક જિલ્લામાંથી મંડળીની દરેક મહિલા સભાસદ રાજયના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને એક પોસ્ટકાર્ડ લખીને છઈઊઙ કરારમાં ડેરી ઉદ્યાેગને સામેલ નહી કરવા વિનંતી કરેલ છે. આ અંતર્ગત ભાવનગર જિલ્લામાંથી પણ નરેન્દ્રભાઇ મોદીને 5000 મહિલા સભાસદો તરફથી પોસ્ટકાર્ડ લખીને આ કરારમાંથી દુઘ અને દૂઘની બનાવટોને બાકાત રાખી ડેરી ઉદ્યાેગોને તથા એના થકી ધમધમતા ગ્રામીણ અથર્તંત્રને માઠી અસરમાંથી બચાવવા માટે અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here