
દેવરાજ બુધેલીયા
પશુઓની ઇતરડી માંથી થતો રોગ કોંગો ફિવર સામે તંત્ર એલર્ટ થયું છે અને પશુઓને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એક તરફ જિલ્લામાં ઘેટાં બકરામાં ભેદી રોગચાળા ફેલાયો છે તળાજા પંથકમાં અનેક ઘેટાં બકરાઓ મોતના મુખમાં હોમાયા છે અને બીજી તરફ પશુઓની ઇતરડી માંથી થતા રોગને કારણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સિહોરના પશુ વિભાગ દ્વારા સાગવાડી ગામે પશુઓને ચેકપ કરીને રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી મોટી સંખ્યાના પશુઓને રસી આપવામાં આવી છે અહીં સિહોર પશુ ડોક્ટરોની ટિમ જોડાઈ હતી.