
મિલન કુવાડિયા
દેશના નાગરિક તરીકે અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિના એક ગુજરાતી તરીકે મને જે દુઃખ થયું હોવાનું શક્તિસિંહ પત્રમાં જણાવ્યું છે જેના કારણે શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખુલ્લો પત્ર લખ્યો છે પત્રમાં જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજી એ જો એમની લડત અને એ નાં હોત તો કદાચ આપણો દેશ જે આઝાદ થયો તે ત્યારે ન થઈ શક્યો હોય. આજે આપણે એના ફળ ખાઈએ છીએ એ ફળ આપણે ન ખાતા હોત. સમગ્ર દુનિયાને એક નવો રાહ દેખાડનાર ગાંધીજી અને એ ગાંધીજીની હત્યા તો આપણે બધા જાણીએ છીએ કે ભાજપની માતૃસંસ્થા વિચારધારાવાળા વ્યક્તિ ગોડ્સેએ મહાત્મા ગાંધીજીની હત્યા કરી. અને એ પછી આજે આપણા ગુજરાતમાં જયારે ૧૫૦માં વર્ષની જન્મજયંતિ મહાત્મા ગાંધીજીની ઉજવાય છે ગાંધી આશ્રમથી થોડે જ દુર વિજયભાઈ રૂપાણી રહે છે એ મુખ્ય હેડ ક્વાર્ટર આખા રાજયનું આપણું કેપિટલ એ ગાંધીનગરથી નજીક એક શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને એવો સવાલ પૂછે કે, એ જણાવો કે મહાત્મા ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી? આ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે.
આપણા કાયદા મુજબ આત્મહત્યા કરવી એ ગુન્હો છે અને મહાત્મા ગાંધીજી હંમેશા કહેતા હતા કે મજબુત થઈ ને લડો મનોબળ ટૂંકાવીને આત્મહત્યા કરનાર ઈશ્વરનો ગુન્હેગાર છે આ વાત કરનાર મહાત્મા ગાંધીજીએ આત્મહત્યા કરી છે એવું કોઈ શાળામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવે અને સરકાર હાથ ખંખેરી નાંખે કે અમે ઇન્કવાયરી કરશું, આ પ્રશ્ન અમે નહોતો કાઢ્યો આનાથી સરકાર બચી શકે નહીં. મેં રૂપાણીજી ને વિનંતી કરી છે કે, રાષ્ટ્રદ્રોહનો કેસ તમે પત્રકારો ઉપર કરો છો, હાર્દિક પટેલ પર કરો છો એવી જગ્યાએ રાષ્ટ્રદ્રોહ નહી આ રાષ્ટ્રદ્રોહ છે. રાષ્ટ્રદ્રોહનો કેસ કરો આના સામે ઇન્કવાયરીથી કંઇ ન થાય, આ સંસ્થામાં એક બે શિક્ષકો સામે પગલા લેવાતી કંઇ ન થાય દાખલો બેસાડો કે ભવિષ્યમાં ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ મહાત્મા ગાંધીજીનું અપમાન કરવાનું સપનેય નાં વિચારી શકે. શું આ કોઈ સોચી સમજી સાજિશ તો નથી ને? તમારા જ વિચારધારાના કેટલાંક લોકો ગોડ્સેને આજે પૂજવાનું શરુ કરીને બેઠા છે. જે વિચારધારાને ભારતીય જનતા પાર્ટી માને છે એજ વિચારધારાએ મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર ગોડ્સેની વિચારધારા હતી. તો આ એક કોઈ કાવત્રું કે ષડયંત્ર તો નથી ને? કે ધીરે ધીરે જેમ ઈતિહાસને ખોટો રજુ કરાય છે. અંગ્રેજોની માફી માંગનારને સ્વતંત્રસેનાનીઓ જેલમાં જાય તો જાય હું અંગ્રેજોનો સાક્ષી બની જાઈશ આવું કહેનારા લોકોને મહાત્મા અને મહાન લડાયક બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવી જ રીતે મહાત્મા ગાંધીજીની છબીને ખોટી રીતે આત્મહત્યા કરનાર વ્યક્તિ સુધી લઈ જવા માટેનું આ પાપ થયું છે અને એમાં કોઈ ષડયંત્ર તો નથી ને? આ વાતની તપાસ કરવાની માંગ બિહાર કોંગ્રેસ પ્રભારી, રાષ્ટ્રીય પ્રવક્તા, AICC ના શક્તિસિંહ ગોહિલે વિજયભાઈ રૂપાણીને લખેલા ખુલ્લા પત્રમાં કરી છે