કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર નો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા આવેદનપત્ર અપાયું, પ્રવક્તા મનહર પટેલે કલેકટર ને આવેદનપત્ર પાઠવી કરી રજુઆત.

મગફળી કૌભાંડ અને આઉટ સોરસિંગ થી નોકરી માં કંપનીઓ કરી રહી છે કર્મચારીઓનું શોષણ.
યોગ્ય તપાસ કરવાની કરી માંગ

સલીમ બરફવાળા
ભાજપ સરકારમાં આચરવામાં આવેલું મગફળી કૌભાંડનું ભૂત હજુ પણ કોંગ્રેસના મનમાં ધૂણી રહ્યું છે સાથે સાથે ભાવનગર ની સર.ટી.હોસ્પીટલમાં આઉટ સોર્સિંગથી નોકરી કરતા ૪૦૦ કર્મચારીઓ સાથે મે. ડી જી નાકરાણી એન્ડ એસોશિયેટ અને મે.એમ જે સોલંકીની એજન્સીઓ કે જે અમરેલી નગરપાલિકામાં બ્લેક લીસ્ટેડ છે અને ભાવનગરમાં તેને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય અને આ એજન્સી દ્વારા કર્મચારીઓની ભરતી કરી ભારે શોષણ કરવામાં આવતું હોય જે મામલે આજે કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ ના નેતા અને મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આધાર પુરાવા સાથે કલેકટર ને કર્મચારીઓના શોષણ અંગે માહિતગાર કરતા કલેકટરે પણ આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ બાબતે પત્રકારો સમક્ષ આંકડાકીય માહિતીઓ અને કેટલી હદે ભ્રષ્ટાચાર અને શોષણ કરવામાં આવી રહ્યું છે તેના પુરાવા સાથે બાબતો રજુ કર્યા હતા. જેમાં વર્ષ ૨૦૧૮ માં ગાંધીધામ, ગોંડલ, જામનગર અને શાપર વેરાવળ માં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઉપરાંત ટેકાના ભાવોમાં મગફળીની ખરીદી બાદ ગુણો માંથી માટી નીકળવી તેમજ બારદાનો સળગાવવા જેબ્વી ઘટનાઓ માં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં નાની માછલીઓ ને પકડી ને તપાસ સંકેલી લેવામાં આવી અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી ના હોય તેવો આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here