
દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. વારંવાર કૌભાંડની બૂમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે પરંતુ તંત્ર કે નેતાઓના પેટોનું પાણી હલતું નથી છેલ્લા થોડા સમયથી જે રીતે પાલિકા વિભાગોનો વહીવટ ચાલે છે તે જોતા લાગે છે કે સ્થિતિ અતિ કરૂણ બની છે દરરોજ અખબારોમાં નગરપાલિકા સામે ઉઠતા સવાલો એક વખત વિચારતા કરી મૂકે છે શહેરના મુખ્ય રોડ રસ્તાઓ વચ્ચે અનેક ખાડાઓ પડ્યા છે તેને લઈ શહેરના એક રાજુ ગોહિલ નામના યુવાને ગઈકાલે સાંજે રોડની વચાળે ઝાડ ઉગાવી દીધું અને એવું કહ્યું કે આવતા ત્રણ દિવસમાં મુખ્ય રોડના ખાડા નહિ બુરાઈ તો અમે આ મુખ્ય માર્ગ પર ખાડાઓમાં વૃક્ષો વાવી દેશું ખરેખર નગરપાલિકા તંત્રની હાલત જોતા દયાજનક સ્થિતિનું નિર્માણ અહીં થયું છે બે દિવસ પહેલા એક નગર સેવક એવું કહે અહીં કોઈ સાંભળતું નથી .વિચારો અહીંની સ્થિતિ..વિષય કોઈ પણ હોઈ એમનું સોલ્યુશન જરૂરી હોય છે..પરંતુ એક નગરસેવક એવું કહે અહીં કોઈ સાંભળતું નથી.. અહીં આમ જનતાની તો શુ વાત જ કરવાની..બાબત શર્મજનક છે..અહીં લોકોની સેવા માટે આ તંત્ર કામ કરે છે લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે આ તંત્ર કાર્યરત છે પરંતુ વારંવાર પ્રાથમિક સુવિધાઓ માટે આપની સામે ચિંધાતી આગણી સામે સવાલો અનેક છે જવાબો મળતા નથી કામ કરતા અધિકારી અને કર્મીઓને પોતાના દિલ પર હાથ રાખીને વિચાર કરવાનો સમય છે તમારા ઘરમાં રહેલા અરીસા સામે ઊભા રહી તમારે તમારી જાતને સવાલ કરી ને પૂછજો કે તમે જે કઈ કરો છો યોગ્ય છે જો અંદરથી અવાજ આવે તો માનજો કે તમારો માયલો હજુ જીવે છે બાકી હાલ જે સ્થિતિમાં તંત્ર ચાલે છે અને લોકોને આપના પ્રત્યે રહેલો રોષ અને તેમની જ્વાળા પણ ઈશ્વર જોવે છે તે યાદ રાખવું…