અમુક વેપારીઓના પાયા વિહોળા આક્ષેપો, કોંગ્રેસનું કહેવું છે અધિકારીએ વેપારીને રોકડું પરખાવી દીધું, નિયમોનું પાલન કરવું પડશે, કોંગ્રેસનું માનવું છે એમની રજૂઆતને સફળતા મળી છે

શંખનાદ કાર્યાલય
છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને વેપારીઓમાં ચાલતા વિવાદમાં આજે સિહોર શહેર કોંગ્રેસની શંખનાદ કાર્યાલય આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે અમે જે બુધવારે આવેદન આપ્યું તે માત્ર ગરીબ અને મધ્યમવર્ગના લોકો તહેવારો ઉજવી શકે..વેપારીઓ દરેક તહેવારોમા મિઠાઇના વેપારીઓ દવારા બેફામ ભાવ વધારો કરી નફફાખોરી કરવામાં આવે છે જેથી ગરીબ અને મજુર વર્ગ પુરતી મિઠાઇ ખરીદી શકતા નથી જેને લીધે ગરીબ, મજુર વર્ગના તહેવારો ફીકકા ઉજવાય છે જેને લઇને સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અને કોંગ્રેસ આગેવાનો દવારા ફકત ને ફક્ત ગરીબ, મજુર વર્ગને લક્ષ્યમા રાખીને કાયદાનુ ઉલંઘન કરતા વેપારીઓ અસામાન્ય અને અલગ અલગ મનફાવે તેવા ભાવ પર અંકુશ લગાડવા તેમજ નિયમો ના પાલન રૂપે મિઠાઇ ની દુકાન ઉપર બ્લેક બોર્ડ ઉપર ભાવ લખવા જેવા કાયદા નુ અનુસરણ મિઠાઇ ને વેપારી પાસે કરાવવા માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જે માત્ર ગરીબ, મજુર વર્ગ પણ સારી રીતે મીઠા તહેવારો ઉજવી શકે તે ઉદ્દેશ હતો નહિ કે કોઈ વ્યક્તિગત દ્વેષભાવ પરંતુ અમુક ગણ્યાગાંઠ્યા મિઠાઇ ના વેપારીઓ ને જે નફફાખોરી નુ સ્વપ્ન રચી અને કાયદા ના અમલ સ્વિકાર્ય ન હોય તેમ કોંગ્રેસ સમિતિ ને બદનામ કરવા અને તથ્ય વિહોણા આક્ષેપ સાથે ગઇકાલે ગુરૂવારના રોજ મામલતદારને રજુઆત કરવા ગયેલા અને તથ્ય વિહોણા આક્ષેપ અને રજુઆત કરતા મામલતદાર સાહેબ દવારા પણ કાયદા નુ ચુસ્ત પણે અમલ કરાવાશે તેમ જણાવી કોંગ્રેસ દવારા અપાયેલા સબુતો સામે ધરી દીધા અને મિઠાઇ ની દુકાન ઉપર બ્લેક બોર્ડ રાખી નિયમો સાર ભાવ લખવા ની સુચના આપવામાં આવી નહિ તો યોગ્ય પગલા ભરવામા આવશે તે પણ સ્પષ્ટ પણે જણાવી દીધું જેનાથી કોંગ્રેસ દવારા કરાયેલ રજુઆત ખરેખર સાચી અને કાયદાકીય સાથે ગરીબ, મજુર વર્ગ સાથે સામાન્ય વ્યક્તિ ના પણ હિત ની વાત છે તેવુ ફલીત થયુ છે જેથી સિહોર શહેર કોંગ્રેસ ની રજુઆત સફળ થતા હવે સિહોર નગરજનો ને નફફાખોરી નો શિકાર નહિ બનવુ પડશે અને ગરીબ, મજુર વગઁ પણ પોતાના તહેવારો મિઠાઇ વડે મિઠા ઉજવી શકશે તેવું કોંગ્રેસની આવેલી અખબારયાદીમાં જણાવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here