ટેબલ કેલેન્ડરની માગ રહેવાની વેપારીઓને આશા, રૂ.૩૦થી ૬૦ની કિંમતના ડટ્ટામાં જીણવટભરી ઉપયોગી માહિતીનો સમાવેશ

દેવરાજ બુધેલીયા
આજના કોમ્પ્યુટર યુગમાં કેલેન્ડર અને ડટ્ટાનું ચલણ અકબંધ રહેવ પામ્યું છે. દેવી-દેવતાઓના ચિત્રો સાથેના ધાર્મિક કેલેન્ડરોનું વેંચાણ સૌથી વધુ થાય છે. કુદરતી દ્દશ્ય સાથેના કેલેન્ડરો ઉચ્ચ વર્ગમાં વધુ પ્રચલિત છે. બજારમાં રૃા.૩૦થી લઈને રૃા.૬૦ સુધીની કિંમતના ત્રણ પ્રકારના ડટ્ટા, નાનો-મોટો અને જમ્બો મુકવામાં આવ્યા છે જેને લોકો પસંદગી મુજબ ખરીદી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વિવિધ ધાર્મિક ફોટા સાથેનું કેલેન્ડર બજારમાં વર્ષોથી જોવા મળે છે.ઉપરાંત કુદરતી દ્દશ્યવાળા કેલેન્ડર ખરીદવાનો કેટલાક લોકો આગ્રહ રાખતા. આ કેલેન્ડર સાથે દટ્ટાનું દિવાળીના દિવસે ચોપડા પુજન સમયે પૂજન કરવામાં આવે છે. ચોઘડીયા સહિત તમામ માહિતી તારીખીયાળા હોવાના કારણે લોકોને ઘણી સરળતા રહે છે. કિંમતમાં સસ્તા આ કેલેન્ડર અને દટ્ટા વર્ષભર જાહેરાતનું સરળ માધ્યમ બની રહે છે. કંપની, સ્ટોર કે દુકાનદાર પોતાની જાહેરાત છપાવી પોતાના ગ્રાહકોને ફ્રીમાં દિવાળી ગીફટ તરીકે આપે છે. વિદેશમાં પણ આ ડટ્ટો આજની તારીખે લોકપ્રિય છે. અત્યારે માર્કેટમાં રૃા.૩૦ થી લઈને રૃા.૬૦ સુાધીની કિંમતના ત્રણ પ્રકારના ડટ્ટા નાનો-મોટો અને જમ્બો મુકવામાં આવ્યા છે.