ખરીફ વાવેતરમાં ફરી વરસાદી ગ્રહણ પાક નુકસાનીના ભયે ખેડૂતોમાં ચિંતા

આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડે તો પાક નુકસાની વધશે, મગફળી, તલ, કપાસ, બાજરી, કઠોળ, બાગાયતી પાકોનો સફાયો બોલાઇ જશે, પાકમાં રોગચાળો પણ વકર્યો

સલીમ બરફવાળા
રાજ્યમાંમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની આગાહીઓ થઈ છે સિહોર ભાવનગર સહિત જિલ્લા અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડેલા વરસાદે ખેડૂતોની ઉંઘ ઉડાવી દીધી છે. જો હજુ ભારે વરસાદ પડી જાય તો મગફળી, તલ, બાજરી, કપાસ ,બાગાયતી પાકો અને તમામ પ્રકારના કઠોળ પાકોને ભારે નુકશાન પહોંચી શકે તેમ હોવાનું ખેતી નિષ્ણાતોનું માનવું છે. રાજ્યમાં આ વર્ષે મેઘરાજા મનમૂકીને વરસી જતા ખેતીપાકોનો સફાયો બોલાઇ રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં ખરીફ પાકને ભારે નુકશાન થયું છે. હાલમાં સરકાર દ્વારા કયા જિલ્લામાં કેટલા પાકોમાં કેટલા ટકા નુકશાની થઇ છે.

તેનો સર્વે પણ ચાલુ કરી દેવાયો છે. સર્વે થાય અને થોડી ઘણી સરકારી સહાય મળે તેવી ખેડૂતોની આશા વચ્ચે હવે છેલ્લા રાઉન્ડમાં પાછો વરસાદ આવી ચઢતા રહ્યો -સહ્યો પાક પણ ધૂળધાણી થઇ જશે તેવો ફફડાટ ખેડૂતોની આંખોમાં  જોવા મળી રહ્યો છે. વરસાદ, રોગચાળાએ ખેતીપાકોને  નુકશાની પહોંચાડી છે.મગફળી, તલ, અને બાજરી તૈયાર થઇ ગઇ છે. બધા જ કઠોળ પાકો લણણીને આરે છે. તેવામાં વરસાદથી નુકશાન થઇ શકે છે. પવન સાથે વરસાદ પડે તો કપાસ અને બાગાયતી પાકોને નુકશાની થવાની સંભાવના રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here