સિહોર ટાણા વરલ રૂટની એસટીની વધુ એક સુવિધા, અપડાઉન કરતા વિધાર્થીઓમાં આંનદ

તંત્ર દ્વારા આગેવાનોની રજુઆત અને લોકમાંગને લઈ વધુ એક સુવિધા આજથી શરૂ કરાઈ, લોકોની હાડમારી ઓછી થશે
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ટાણા વરલ રૂટની મીની બસ આજથી શરૂ કરવામાં આવી છે અને લોકોની સુવિધામાં વધારો થયો છે છેલ્લા ઘણા સમયથી અપડાઉન કરતા વિધાર્થી એસટી બસની સેવાની અનિયમિતતા સામે ખાસ કરીને વિધાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા દિવસે દિવસે લોકોની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધતી જાય છે સંદેશા સાથે વાહનનો વ્યવહાર પણ એટલો વધી રહ્યો છે બે ગામ નહીં પરંતુ બે શહેર કે દેશ વચ્ચેના ભૌગોલિક અંતરો ઘટી રહ્યા છે.સુવિધાઓની માયાજાળ વિસ્તરી રહી છે. બીજી તરફ ગામડાઓમાં વાહન વ્યવહારની સુવિધા આજે પણ એટલી જ દુવિધાયુકત છે તે વાસ્તવિકતા છે ખાસ કરીને સિહોર પંથકના વિધાર્થીઓને આજે પણ દસ પંદર કિમીના ગામો સુધી જવામાં કલાકો સુધી એસટી સ્ટેન્ડમાં બેસવું પડે છે જોકે આજે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી જે બાબત સારી છે અને જે સત્તા પક્ષના પ્રતિનિધિઓની રજુઆતનું પરિણામ છે ત્યારે આજે ટાણા વરલ રૂટની મીની બસ શરૂ કરવામાં આવી છે અપડાઉન કરતા વિધાર્થીઓમાં હર્ષ સાથે આંનદની લાગણી છવાઈ છે આ સુવિધાથી વિધાર્થીઓની મુશ્કેલી દૂર થશે સમય બચશે અને હેરાનગતિ ઓછી થશે ત્યારે ખાસ કરીને આ સેવાથી વિધાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતા