
દેવરાજ બુધેલીયા
નવલા નોરતાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ સિહોરના ખોડીયાર મંદિર ખાતે શીશ ઝુકાવવા માટે દૂર દૂરથી હજારો પદયાત્રીકો આવે છે. જેમાં માસુમ બાળકાથી લઈ વયોવૃદ્ધો હોય છે. આ પદયાત્રીકોની સેવા કરવી એ એક લ્હાવો છે. માટે જ સિહોર શહેર અને આજુબાજુ વિસ્તારો અને રાજપરા ખોડિયાર ગામે અસંખ્ય ચાલતા સેવા કેમ્પોમાં દરરોજ હજારો લોકો જમે છે. દાતાઓ પણ આવા સેવા કેમ્પોમાં દાનની સરવાણી વહાવે છે. વિવિધ મંડળો, સંસૃથાઓ, ટ્રસ્ટો, કંપનીઓ અને વ્યકિતગત રીતે પણ સેવા કેમ્પોમાં જેવી શકિત તેવી ભકિત તેવી રીતે મદદરૃપ થવાય છે. છેલ્લા એકાદ દાયકાથી સેવા કેમ્પોની સંખ્યામાં ઉતરોતર વધારો થયો છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પદયાત્રાનું મહત્વ આમ તો ઘણું છે. પણ છેલ્લા ૧૦ વર્ષાથી લોકોનો પ્રવાહ વધતા સેવા કેમ્પો આવી ગયા છે. આવા કેમ્પોમાં ર૪ કલાક જમવાનું મળે છે. કેમ્પોમાં રૃટીન આઈટમોની સાથે ઠંડા પાણી અને મીઠાઈ પણ આપવામાં આવે છે. માતાની ભક્તિ કરવા આવતા પદયાત્રીકો અને સેવા કેમ્પો ચલાવતા યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળે છે. અહીં ભક્તોની સારી ભીડ જોવા મળે છે. તમામ સેવા કેમ્પોમાં ર૪ કલાક નાસ્તા અને ચાની પણ સુવિાધા અપાઈ છે. ભક્તિ અને ભોજનનો સંગમ જ્યાં છે