
બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાતમાં અત્યંત ખરાબ અને ભયજનક બનેલા રસ્તાઓના મામલે આખરે ગઈકાલે બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્ગ-મકાન વિભાગને સમગ્ર રાજ્યના હાઇવે રોડ રસ્તાઓને મરામત હાથ ધરવા આદેશ કર્યા છે અને જેના પગલે સિહોરના ખોડિયાર મંદિર નજીક પસાર થતો ભાવનગર રાજકોટ હાઈવેની મરામત હાથ ધરવામાં આવી છે