ગઈ મોડી સાંજે પોલીસે રેડ કરી હતી જેમાં ૪૨ બોટલ હાથ લાગી હતી, રમજાન અને શોયબ બન્ને ભાગમાં વેપલો કરતા હોવાનું તપાસમાં ખુલ્યું

બ્રિજેશ ગૌસ્વામી
દારૂને લઈ રાજકારણમાં ચાલતા ઘમાસાણ વચ્ચે ગઈકાલે સિહોર પોલીસના રાજભા, ગૌતમ રામાનુજ, અર્જુનસિંહ, અશોકસિંહ, બીજલભાઈ, રામદેવસિંહ સહિતનો સ્ટાફ ઇન્ચાર્જ પીઆઇ પીઆર સોલંકીના આદેશથી પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સમી સાંજે સમગ્ર કાફલો શહેરના મેઈન બજાર મોર્ચા શેરી વિસ્તારમાં ત્રાટકયો હતો અને પોલીસ સ્ટાફને વિદેશી દારૂ હાથ લાગ્યો હતો પોલીસે મુદ્દામાલનો કબજો લઈ તપાસ આદરી હતી જોકે તપાસમાં રમજાન સુલેમાન પઠાણ શોયબ રસીદ દસાડીયા હોવાનું ખુલ્યું હતું બન્ને વિદેશી દારૂનો ભાગમાં વેપલો કરતા હોવાનું ખુલ્યું હતું જેઓએ રહેણાંકી મકાન પાછળ આવેલ કોઠાવાળા ડુંગરમાં છુપાવી રાખીને વેપલો કરતા હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાડકી અને ૪૨ બોટલ દારૂ ૧૨૩૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરોધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે