સતત વિવાદોની વચ્ચે રહેતું ગઢડા મંદિર એક પછી એક થતા વિવાદોના કારણે લોકોમાં અત્યંત રોષ છે, આ કેવો વહીવટ છે અહીં નો..રોજજે અખબારોમાં મંદિરના નામે વાદ- વિવાદો યાર..આપડા સૌ માટે શરમજનક છે..

મિલન કુવાડિયા
ગઢડામા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે અહિં ભગવાન સ્વામિનારાયણ પોતે 29 વર્ષે રહી પોતાની કર્મ ભૂમિ બનાવેલ છે ત્યારે છેલ્લા 20 વર્ષથી આચાર્ય પક્ષના લોકો વહીવટમાં હતા તેવી પ્રાથમિક વિગતો મળી છે પરંતુ આ વર્ષે ચુંટણી થતા દેવ પક્ષ સત્તા પર આવતા જ મંદિર કયાકને કયાક વિવાદમા આવ્યા કરે છે તે પણ હકીકત છે..છેલ્લા થોડા સમયથી બની રહેલા આવા બનાવોના સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અગાઉ પણ દેવ પક્ષના વિરોધમાં ગઢડા શહેરમાં ઠેર ઠેર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા ૩૫ ગાયો પાંજરાપોળમાં મોકલી દેવાનો મામલો હોઈ કે પવિત્ર પીપળા માટે થયેલા વિવાદના કારણે લોકોમાં અત્યંત રોષ વ્યાપ્યો છે છેલ્લા થોડા દિવસોમાં થયેલા કેટલાક વિવાદોનો ઉલ્લેખ કરીશું તો સમય અને જગ્યા બન્ને ઓછું પડશે..આ બધું શમ્યુ નથી ત્યાં આજે બપોરના સમયે મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી પર હુમલાનો પ્રયાસ થયો છે..અહીં સવાલ એ છે કે મંદીરમાં ભગવાનના નામે આટલો વાદ-વિવાદ કેટલો યોગ્ય છે..એ તો સમજાવો..દુનિયાના કોઈ વાદ-વિવાદો કે મુશ્કેલીઓ એવી નથી કે જેનું સોલ્યુશન કે નિરાકરણ ટેબલ પર બેસીને ન થઈ શકે..રોજ સવારનું અખબાર ખોલો અને ગઢડા મંદિરના વિવાદિત સમાચારો જોઈને દુઃખ સાથે કહેવું પડે..કે શા માટે આટલો વિવાદ અહીં ચાલે છે..એ પણ સ્વામિનારાયણ મંદિરમાં..દેશમાં હજારો લાખ્ખો મંદિરો આવેલા છે આવું કોઈ જગ્યાએ જોયું નથી..અખબારોમાં અને સમાચારોમાં સતત ગઢડા મંદીર ફરી વિવાદમાં ફરી વિવાદમાં આ છેલ્લા ઘણા સમયથી ચાલે છે..ભગવાનના નામે વિવાદ છેલ્લા ઘણા સમયથી અહીં ચાલે છે..ન પોસાઈ તો મંદિરના વહીવટ માંથી નીકળી શકો છો..જઈ શકો છો..પણ ઈશ્વર ભગવાન સ્વામિનારાયણના નામે થતા વિવાદનું અમને અત્યંત દુઃખ છે આજે મંદિરના પૂર્વ એપી સ્વામી પર થયેલા હુમલાની કોશીશમાં મામલો પોલીસ મથકે પોહચ્યો છે બાઈક પર આવેલા બે શખ્સો એપી સ્વામીની કાર પર હુમલો કર્યો હોવાની વિગતો મળી રહી છે હાલ પોલીસ ચોક્કસ દિશામાં તપાસ કરી રહી છે ત્યારે ગઢડા મંદિરનો કાયમિક વિવાદનો અંત આવે તેવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.