૩ નવેમ્બરે ગઢડા બેઠકની પેટા ચૂંટણીનુ મતદાન, પ્રચાર આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય માહોલ ગરમાયો


સલીમ બરફવાળા
ગઢડા સહિત ૮ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનુ આયોજન કરવામાં આવેલ છે, આ પેટા ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેથી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને અંતિમ દિવસોમાં પ્રચાર કાર્ય વધુ તેજ બનશે. વિધાનસભાની પેટા ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો છે અને પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યુ છે. આ પેટા ચૂંટણીમાં ૧ર ઉમેદવાર મેદાનમાં છે અને આગામી તા. ૩ નવેમ્બર ર૦ર૦ના રોજ પેટા ચૂંટણી યોજાશે તેથી પેટા ચૂંટણી આડે હવે માત્ર ચાર દિવસ રહ્યા છે.

આગામી તા. ૧ નવેમ્બરને રવિવારે સાંજે પ કલાકે પ્રચાર પડઘમ શાંત થશેે. પેટા ચૂંટણી જીતવા ઉમેદવારો એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે તેથી ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ જણાય રહ્યુ છે. ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ ગજવી રહ્યા છે અને સામસામે આક્ષપો કરી રહ્યા છે. પ્રચાર આડે હવે માત્ર ૨ દિવસ જ બચ્યા છે તેથી ઉમેદવારોની દોડધામ વધી ગઈ છે.

મતદાન વધુ થાય તે માટે હાલ ચૂંટણી પંચ, રાજકીય પાર્ટીઓ વગેરે મહેનત કરી રહ્યા છે ત્યારે કેટલુ મતદાન થાય છે અને મતદારોને કોને જીતાડે છે તેમજ કોને હરાવે છે ? તેની રાહ જોવી જ રહી. પેટા ચૂંટણીના પગલે શહેર તેમજ ગામડાઓમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કોણ હારશે તેમજ કોણ જીતશે ? ચર્ચાઓ રાજકીય પંડીતો કરતા નજરે પડી રહ્યા છે.

કોરોનાના કારણે ગઢડા બેઠક પર ઓછુ મતદાન થવાનો રાજકીય પક્ષોને ડર!

ઓછુ મતદાન જ જીત માટે મહત્વનું પરિબળ બની રહેશે

આગામી ૩ જી તારીખે વિાધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે તેવામાં આ વખતે ગઢડા વિાધાનસભા પેટા ચૂંટણીમાં કોરોનાના કારણે ઓછુ મતદાન થવાનો રાજકીય પક્ષોને ડર લાગી રહ્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર પ્રસાર કરતા પણ વધુને વધુ મતદાન કેમ અને કેવી રીતે થાય તે દિશામાં રાજકીય પક્ષોએ ચિંતા કરવા જેવી છે. તો વળી, ઓછુ મતદાન જ હાર જીત માટે મહત્વની ભુમિકા ભજવશે. જેઓ કોરોનાને ગંભીરતાથી લઈ રહ્યા છે તેવા વર્ગના લોકો કદાચ મતદાન કરવા માટે મતદાન માથકે જવાનું ટાળી પણ શકે છે. ખાસ કરીને ભાજપ-કોંગ્રેસને નુકશાન સહન કરવાનો વારો આવશે જયારે અપક્ષને કોઈ ખાસ ફરક પડશે નહિં તેવી લોકોમાં ચર્ચામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here