લોકોની હાલત દયાજનક છે વહીવટ કર્તાઓને એકાદ ચક્કર અહીં લગાવવાની જરૂર છે, ગામના લોકો આવતીકાલ આવેદન આપવાના છે..કે અમારા ગામના રોડ રસ્તાઓતો “હારા” કરો


બ્રિજેશ ગૌસ્વામી
ગતિશીલ ગુજરાત મોડેલને રજુ કરનારાઓને શરમ આવે તેવી ગતિશીલ ગુજરાતની અત્યંત કરુણ છબી સિહોરના નેસડા ગામે જોવા મળે છે આમતો ગુજરાત મોડેલની વાતો કરતાં નેતાઓ થાકતા નથી, પણ સિહોર તાલુકાના નેસડા ગામના કેટલાક વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે પ્રાથમિક સુવિધાથી વંચિત અને રોડ રસ્તાઓ ખરાબ અને ગંદકી સાથે પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત જણાઈ છે અહીં દર વર્ષે ચોમાસાની ઋતુ શરુ થતાની સાથે પ્રજાજનોમાં અજંપા ભરી ચિંતાની લકીરો તણાઈ જાય છે રોડ રસ્તાઓ પર શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ અને કામકાજ અર્થે જનાર પ્રજાજનો જીવન જોખમે પસાર થવા મજબુર બને છે બીમાર દર્દીઓ તો સારવાર વગર મહામુસીબતમાં મુકાતા હોય છે અગાઉ પણ સમસ્યાઓની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા પ્રજાજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ સાથે પશુ પાલકો અને ખેડૂતો ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય રસ્તાઓ પર પગપાળા ચાલી શકાઈ તેવી સ્થિતિ નથી જેથી લોકોમાં રોષ દેખાઇ રહો છે ત્યારે આવતીકાલે શનિવારે નેસડા ગામના લોકો મુખ્ય અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવાના હોવાનું નજીકના સૂત્રો કહી રહ્યા છે