ગરબાને લાગેલો પશ્ચિમી સંસ્કૃતિનો રંગ કોરોનાએ ઉડાડ્યો


2 ધ પોઇન્ટ : દર્શન જોશી
આ વખતે કોરોના મહામારી ના લીધે તમામ વાર તહેવાર ઝાંખા પડી ગયા છે. ત્યારે ગુજરાતીઓના આઇકોન કહેવાતા ગરબા કાર્યક્રમ આ વખતે કોરોના મહામારીના લીધે મોકૂફ રાખવામાં આવ્યા છે. નવરાત્રિમાં આમ જોઈએ તો ખરેખર નવ દિવસ મા આદ્યશક્તિના નવ રૂપોના નવ દિવસ પૂજન અર્ચન અને ભક્તિ કરવાના દિવસો કહેવાય. ગામડાઓમાં પણ આજની તારીખે નવરાત્રિમાં માતાજીની ગરબી ને પધરાવીને તે ગરબીને ફરતા ગરબા ગાયને ગરબી ફરતે રમવાનો ઘૂમવાનો માતાજીની સ્તુતિ કરવાનો એક અલગ જ ભારતીય સંસ્કૃતિનો રંગ હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મોટા શહેરોમાં પવિત્ર ગરબાને પશ્ચિમી સંસ્કૃતિનો રંગ ચડી ગયો હતો.

નવરાત્રી એટલે જાણે યુવાનો માટે પિચરના ગિતો ઉપર ગરબા ગાયને મોડી રાત સુધી જલસા પાર્ટીઓ કરવાના ઉત્સવ બની હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા. પણ આ વર્ષે કોરોના મહામારી ને લઈને ફરી શેરીઓમાં જૂની ભારતીય સંસ્કૃતિ મુજબ ગરબા ગુંજતા જોવા મળશે. શેરીઓની અંદર માતાજીની ગરબીઓ પધરાવીને યુવાનો સાચા અર્થમાં મા આદ્યશક્તિની આરાધના અને ભક્તિ કરશે. ખરેખર જોઈએ તો કોરોના મહામારી ને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આ નવરાત્રીમાં મા આદ્યશક્તિ ને એટલી જ પ્રાર્થના કરવી રહી કે જેમ અસુરોના નાશ કર્યા હતા તેમ આ કોરોના નામના અસુરનો નાશ કરીને દેશના તમામ લોકોને આવી ચડેલી આ પદમાંથી બહાર કાઢી સુખાકારી જીવન પ્રદાન કરે. નવલા નોરતામાં નવ દિવસ મા આદ્યશક્તિના ચરણોમાં કગર કરવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here