પદયાત્રા સિહોર ભાવનગર લોકસભા બેઠક ના 10 તાલુકામાં યોજાશે જેમાં સિહોર તળાજા, ઘોઘા, ગઢડા, બોટાદ, ઉમરાળા, વલ્લભીપુર સહિતના મથકો પરથી નીકળશે.

પાલીતાણા અયાવેજ ખાતેથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ, સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા આ સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કરાવ્યું પ્રસ્થાન, ૧૦ તાલુકામાંથી પસાર થશે આ ગાંધી સંકલ્પ યાત્રા, ૧૦ દિવસમાં અનેક ભાજપના નેતાઓ પદયાત્રા-સંકલ્પ યાત્રા માં જોડાશે.

સલીમ બરફવાળા
ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા આયોજિત ગાંધી ૧૫૦ ને અનુલક્ષીને ૧૫૦ કિમી લાંબી પદયાત્રાનો પાલીતાણાના અયાવેજ ગામેથી પ્રારંભ થયો છે . ૨૦૦ જેટલા કાયમી પદયાત્રી સાથેની આ યાત્રા દરરોજ જીલ્લાના અલગ-અલગ તાલુકામાં ૧૫ કિમી ફરશે. ભાવનગર જીલ્લાના ગામોમાં ફરી અને ગાંધીમુલ્યોને ઉજાગર કરતી આ પદયાત્રાનું પ્રસ્થાન ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કરાવ્યું હતું. સમગ્ર દેશભરમાં ગાંધી ૧૫૦ ની ઉજવણી વિવિધ પ્રકારે કરવામાં આવી રહી છે. વડાપ્રધાન દ્વારા સાંસદો ને તેમના મતવિસ્તારમાં લોકોસુધી ગાંધીના વિચારો-આદર્શો અને મુલ્યો પહોચાડવા પદયાત્રા ના આયોજન નું સુચન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર લોકસભા વિસ્તારમાં આજથી ગાંધી 150 અંતર્ગત સંકલ્પ યાત્રા નો પ્રારંભ પાલીતાણા ના અયાવેજ ગામે થી કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ઉપસ્થિતિ માં સંકલ્પ યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ગાંધી વિચારો, સિદ્ધાંતો, મૂલ્યો જે 150 વર્ષ પહેલાં જેટલા ઉપયોગી હતા તે આજે પણ છે જેને લોકો સુધી પહોંચાડવા અને તેનું લોકો પોતાના જીવનમા અપનાવે તે જરૂરી છે. આ સંકલ્પ યાત્રામાં રાષ્ટ્રીય નેતાઓ, રાજ્યના અને સ્થાનિક નેતાઓ 10 દિવસમાં વિવિધ યાત્રામાં જોડાશે. આ સંકલ્પ યાત્રા દરમ્યાન ગાંધી વિચારો પર વિવિધ વક્તાઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવશે તેમજ ગાંધીજીના ૧૧ મહાવ્રત અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતા પર ગહન ચિંતન અને મનન કરવામાં આવશે. તેમજ ચાય પે ચર્ચા, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો યોજાશે,તેમજ સરકારની વિવિધ યોજના અંગે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here