
હરેશ બુધેલીયા
રાજ્યની છે બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને ત્રણ-ત્રણ બેઠક મળી છે. જોકે, સમગ્ર ગુજરાતની નજર કોંગ્રેસમાંથી પક્ષપલ્ટુ કરી આવેલા આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર હતી. આ બંનેની રાધનપુર અને બાયડમાં હાર થઇ છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકમાંથી ભાજપને ફાળે ત્રણ બેઠક આવી છે. જ્યારે હાઈપ્રોફાઈલ ગણાતી થરાદ અને રાધનપુર બેઠક પર ભાજપની હાર થઈ છે. જો કે 6 માંથી 3 બેઠક પર પંજાએ બાજી મારતા સમગ્ર રાજ્યની કોંગ્રેસમાં એક નવો જોમ આવ્યો છે આજે સિહોરના વડલા ચોકે સમી સાંજે દિલાળી જેઓ માહોલ સર્જાયો હતો શહેર અને તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડાંની ફોડી અને અબીલ ગુલાલ ઉડાવીને જીતની ઉજવણી કરી હતી.