સ્વામી સામે પોલીસ ફરિયાદ કરવા ગયેલા સિહોર દલિત આગેવાનોની પોલોસે ફરિયાદ ન લીધી, રોષ

સાંજના ૬ કલાકે પોલીસ મથકે આવેલા આગેવાનો મોડી સાંજ સુધી પોલીસે ફરિયાદ જ ન લીધી, સ્વામીની દલિતો સામેની ટિપ્પણી મામલે રોષ યથાવત

દેવરાજ બુધેલીયા
થોડા દિવસ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દલિત સમાજ વિશેની ટિપ્પણીને લઈ રોષ છવાયો છે થોડા દિવસથી જિલ્લા અને રાજ્યમાં રજૂઆતો થઈ રહી છે દલિતો સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર પગલાં ભરવા માંગ કરી રહ્યા છે જ્યારે ગઈકાલે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા દલિત આગેવાનોની પોલીસે ફરિયાદ ન લેતા પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે સ્વામી પ્રવચન આપતા દલિતોની લાગણી દુભાઈ તેવા શબ્દોની ઉચ્ચેરણી સામે અલગ ગામો અને શહેરોમાં રજૂઆતો અને આવેદનપત્ર અપાઈ રહ્યા છે અને પોલીસ ફરિયાદની માંગ વચ્ચે ગઈકાલે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા આગેવાની ફરિયાદ ન લેતા પોલીસ તંત્ર સામે રોષ વ્યાપ્યો છે ત્યારે માવજી સરવૈયાનું કહેવું છે કે ગુજરાતમાં માનવ અધિકારનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે પોલીસમાં ફરિયાદો લેવાતી નથી ઉચ્ચ અધિકારીઓ જવાબ આપતા નથી એસપી ફોન ઉપાડતા નથી અહીંના સ્થાનિક અધિકારી કહે છે અમારા ઉચ્ચ અધિકારી કહે તો જ ફરિયાદ લેવાશે તેવું માવજી સરવૈયાનું કહેવું છે ત્યારે દલિત આગેવાનોને પોલીસ ફરિયાદ માટે કલાકો સુધી ખો મળી હતી અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here