ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં 4 બેઠક ખાલી છે, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર, બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર ન થઈ

(મિલન કુવાડિયા)

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરે 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે. જ્યારે 24મી પરિણામ જાહેર થશે. આ ચારેય બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી 30 સપ્ટેમ્બર છે જ્યારે 3 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે.આ બેઠકોમાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકો પર જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો તે ત્રણ બેઠકોનીપેટાચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી નથી.આ બેઠકો પર કેમ પેટાચૂંટણી2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ સાંસદ બનતા હસમુખ પટેલે અમરાઈવાડી બેઠક પરથી અને ભરતસિંહ ડાભીએ ખેરાલુ બેઠક પરથી જ્યારે થરાદ બેઠક પરથી પરબત પટેલે રાજીનામાં આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here