દરવર્ષે ની માફક આખો દિવસ તેઓ લીમડા ગામે હાજર રહીને મુલાકાત કરશે

મિલન કુવાડિયા
ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અને હાલ બિહારીના પ્રભારી ની જવાબદારી સંભાળતા સાથે જ રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ નામના મેળવતા શ્રી શક્તિસિંહ ગોહિલ નવા વર્ષના પહેલા દિવસે જ પોતાના ગામ લીમડા(હનુભા) ના તા.28.10.2019 ને સોમવારે રોજ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. અહી નુતનવર્ષ નિમિતે મિત્રો,કાર્યકરો, સ્નેહીજનો, શુભેચ્છકો વગેરે તેમને રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી શકે તે લાગણીથી તેઓ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્ય છે. શક્તિસિંહ એટલે રાજકારણ માં ગમે તેટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા હશે પણ તેમના શુભેચ્છક આગેવાન અને ગામના લોકો માટે નવા વર્ષનો પ્રથમ દિવસ હંમેશા લોકો માટે લોકો સાથે વિતાવે છે તે તેમની ખરેખર નમ્રતા છે જે બહુ ઓછા રાજકીય નેતાઓ માં જોવા મળે છે હાલના સમયમાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here