મિલન કુવાડિયા
સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ધામધૂમ અને ઉત્સાહપૂર્વક નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા છે સિહોર નજીકના ઉમરાળાના લીમડા ખાતે દર વર્ષ માફક કોંગ્રેસના પ્રતિભાવંત લીડર શક્તિસિંહ ગોહિલ આયોજિત પોતાના નિવાસસ્થાન ખાતે સ્નેહ મિલન નવા વર્ષના દિવસે કાર્યક્રમ યોજાયો છે શક્તિસિંહ ગોહિલે ઉપસ્થિત અને મુલાકાતીઓને દિલથી ગણે લગાડીને શુભેચ્છાઓ પાઠવી હતી સામાન્ય માણસને મોટા માણસ થવાની બહુ ઈચ્છા હોય છે પરંતુ જેઓ મોટા થઈ ગયા છે ખાસ કરી જાહેર જીવનમાં આવી ગયા છે અને જેમની ગણના સેલીબ્રીટીમાં થાય છે તેમના માટે વ્યકિતગત જીંદગી બહુ મુશ્કેલ બની જાય છે. જાહેર જીવનમાં પરિવાર સાથે નિકળેલી વ્યકિતને પણ વ્યકિતગત મોકળાશ મળતી નથી દિવાળીના તહેવારમાં પણ જાહેર જીવનની વ્યકિત પોતાના પરિવાર અને મિત્રો સાથે દિવાળી ઉજવી શકે તેવી બહુ ઓછી તક તેમને મળતી હોય છે ગુજરાત કોંગ્રેસ અને રાજ્યના શકિતશાળી નેતાઓમાં જેમની ગણના થાય છે અને ગુજરાત કોંગ્રેસમાં જેમનો મત નિર્ણાયક હોય છે તેવા શક્તિસિંહ ગોહિલના નિવાસસ્થાને નવાવર્ષના પર્વે દર વર્ષ માફક સ્નેહમિલન યોજાઈ ગયું રાજકારણમાં આવડું મોટું કદ હોવા છતાં શક્તિસિંહ નવા વર્ષે સામાન્ય કોંગ્રેસ કાર્યકરોને રૂબરૂ મળી શકાઈ તે માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન લીમડા ખાતે કરવામાં આવે છે નવા વર્ષના દિવસે વહેલી સવારથી જ લોકો સોશિયલ મીડિયા, ટેલીફોનીક કે પછી રૂબરૂ મળીને નવાવર્ષની શુભકામના પાઠવતા જોવા મળ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લા અને ગુજરાતભરમાંથી અધિકારીઓ અનેપદાધિકારીઓ તેમજ દરેક રાજકીય પાર્ટીના સ્થાનિક આગેવાનો ઉત્સાહથી જોડાયા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here