
બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નું આવકારદાઈ પગલું અને અભિનંદનને પાત્ર છે જેમાં આ બોર્ડના યુવાનો દ્વારા દરેક શહેર ખાતે આવેલી મહાપુરુષોની પ્રતિમાઓની સાફસફાઈ હાથ ધરવામાં આવી છે અભિયાન સિહોર ખાતે પણ યોજાયું હતું જેમાં સ્વામીવિવેકનંદજી, દીનદયાળ ઉપાધ્યાયજી અને ભગતસિંહ ની પ્રતિમાઓ ની સાફ સફાઈ નું આયોજન ગઈકાલે કરવામાં આવ્યુ હતું જેમાં જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ મુકેશભાઈ લંગાલિયા, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લા વાલી રાકેશભાઇ છેલાણા, સિહોર નગર પાલિકા પ્રમુખ. દિપ્તીબેન ત્રિવેદી, સિહોર નગર પ્રમુખ શંકરમલ કોકરા, જિલ્લા યુવા મહામંત્રી પરેશભાઈ જાદવ. જિલ્લા કન્વીનર કિશનસિંહ સોલંકી, પ્રકાશભાઈ રાણા. હરેશ જાની, તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ભાવનગર જિલ્લા સહ સંયોજક અભયસિંહ ચાવડા ધ્રુવભાઈ ભટ્ટ, સિહોર ગ્રામ્ય સંયોજક દિલીપ રાઠોડ, માયાભાઈ આહિર, વલ્લભીપુર સંયોજક હરેશ ચાવડા, મયુરસિંહ રાયજાદા, હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.