
દેવરાજ બુધેલીયા
પ.પૂ.ગુરૂનાનકદેવ મહારાજનો આજરોજ ૫૫૦ મો જન્મોત્સવ છે. શીખ અને સિંધી સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે. સિહોર શહેરના સિંધી કેમ્પ ખાતે આવેલ ગુરુનાનક મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાથે સાથે ભવ્ય શોભાયાત્રા પણ શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી સાથે ગુરૂદ્વારાઓમાં સવારથી ધર્મમય કાર્યક્રમો યોજાયા છે. તેમજ રાત્રીના શ્રી ગુરૂનાનક જન્મોત્સવ ઉજવાશે. અને સત્સંગ, ભજન, કણાપ્રસાદ વિતરણ, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમોના આયોજનો થયા છે. સદર બજારમાં આવેલ ગુરૂનાનક મંદિરે ગુરૂ ભંડારો લંગર મહાપ્રસાદ હીંડોળા દર્શન, આતશબાજી સાથે ગુરૂગ્રંથ સાહેબની પુર્ણાહુતી થશે. સમગ્ર મંદિરને રોહનીથી ઝળહળતુ કરાયુ છે.