૪૮ કલાકમાં બીજી વખત ગૌતમેશ્વર તળાવે છલક સપાટી વટાવી, વહેલી સવારે તળાવના ૪૬ દરવાજા ખુલતા ગૌતમી નદી ગાંડીતુર બની

હાઇવે ઉપર વહેલી સવારથી જ પોલીસ ખડે પગે-નાયબ કલેકટર ગોકલાણીની તમામ સ્થિતિઓ ઉપર બાજ નજર

દેવરાજ બુધેલીયા
છ વર્ષે બાદ સિંહપુરની ધરતી ધરા પર વર્ષો પછી ઇતિહાસિક ક્ષણો તાજી થઈ હોય તેવા તાદ્રશ્ય ક્ષણોનો નજારો સિહોરની પ્રવિત્ર ધરતી પર લોકો નિહાળી રહ્યા છે.. છ વર્ષે પહેલા જે તારીખે ગૌતમેશ્વર તળાવ છલકાય ગયું હતું એ મહિનાની તારીખે છ વર્ષ ના લાંબા અંતરાલ પછી ફરી વખત તળાવ છલકાઈ ગયું હતું અને ગૌતમી ગાંડીતુર થઈને બે કાંઠે વહેવા લાગી છે ઉપરવાસ માં ભારે વરસાદને લઈને ગૌતમેશ્વર તળાવ છેલ્લા ૪૮ કલાકમાં બે વાર છલકાઈ ગયું હતું અને આજે સવારના સમયે ૪૭ દરવાજા ખુલી ગયા હતા. આ વર્ષે સિહોર ઉપર મેઘો ઓળઘોળ થઈ ગયો છે. આજે સવારથી ભારે વરસાદના કારણે સિહોર સહિત જિલ્લાના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે ખાસ કરીને સિહોર આજુબાજુ વિસ્તારોમાં વહેલી સવારના ૪ કલાકથી ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદના કારણે ગૌતમેશ્વર તળાવ ફરી ઓવરફ્લો થયું છે આજે ત્રીજા દિવસમાં બીજી વખત ગૌતમેશ્વર તળાવના ૪૬ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જે અંગે નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા ટેલિફોનિક વાતચિતમાં હર્ષ સાથે રાજીપો વ્યક્ત કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી બીજી તરફ પોલીસ તંત્ર પણ વહેલી સવારથી જ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું હતું સવારથી સતત પેટ્રોલીંગ અને લોકોને સાવચેતી રાખવા અપીલ સાથે ગૌતમેશ્વર તળાવનું પાણી ભાવનગર રાજકોટ હાઇવે પેવન પરથી પાણી જવાના કારણે વાહન ચાલકોને અગવડ ન પડે જે માટે સિહોર પોલીસ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગ બંદોબસ્ત અને વાહન ચાલકોને અગવડ પડે તે માટે જરૂરી સૂચનાઓ સાથે પોલીસ સ્ટાફ હાઇવે ખડેપગે જોવા મળી રહ્યો છે જ્યારે તંત્રના એલર્ટના પગલે નાયબ કલેકટર શૈલેષ ગોકલાણી પણ તમામ સ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here