સિહોર સહિત પંથકના તમામ ગામોની સ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં: ઇન્ચાર્જ મામલતદાર મોરી

છેલ્લા ત્રણ દિવસ થી તંત્ર એલર્ટ મોડમાં છે..આજે ત્રીજા દિવસે બીજી વખત થયેલા ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લોને ગ્રામ્ય વિસ્તારોમાં તમામ સ્થિતિઓ પર અમારી નજર છે: ઇન્ચાર્જ મામલતદાર મોરી સાથે સીધી વાત

સલીમ બરફવાળા
સિહોરની ગૌતમી નદી ગાંડીતુર બની છે આજ સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચારેબાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા ૪૮ કલાકમાં બીજી વખત ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે આજે સવારથી પડેલા ધોધમાર વરસાદથી નવા નીરની વધુ આવક શરૃ થઈ હતી. જોતજોતામાં ગૌતમેશ્વર તળાવ વહેલી સવારમાં જ ૨૭.૫ ફ્રુટની સપાટીએ પહોંચતા આ તળાવ ૬ વર્ષ બાદ બીજી વખત ઓવરફ્લો થયું છે. જેના કારણે નગરજનોમાં હર્ષની હેલી ઉભરાણી હતી તળાવ ઓવરફ્લો થતા તેના પાણી ગૌતમી નદીમાં વહેવા લાગ્યા હતા. ભાવનગર-રાજકોટ રોડ ઉપર આવેલ પુલ ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો પુલ ઉપરથી નદીની જેમ વહેતા પાણીના કારણે સિહોર પોલીસ તંત્ર ખડેપગે રહ્યું હતું જ્યારે ગ્રામ્યની સ્થિતિ વિશે સિહોરના ઇન્ચાર્જ મામલતદાર મોરીએ એક ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સિહોર સાથે સમગ્ર ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ સામાન્ય છે કોઈ ચિંતાની બાબત નથી સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે વધુમાં જણાવ્યું હતું કે સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લોના કારણે કસોટીયા, ઉસરડ, ઘાંઘળી, ભાનગઢ વિસ્તારોને અસર કરી શકે પરંતુ અત્યાર સુધી તમામ સ્થિતિઓ નિયંત્રણમાં અને સામાન્ય છે ચિંતા જેવું કશું નથી અમે તમામ વિભાગોને એલર્ટ પણ રખાયા છે તેવું ઇન્ચાર્જ મામલતદાર મોરીએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here