ઓવરફ્લો પાણી બંધ કરવામાં આવે તો નદી સુકાઈ…અમારા વિસ્તારો વેરાન બને..અમારી સ્થિતિ અસહ્ય અને દુષ્કર બને..ખેડુતોનો તંત્ર સામે વિલાપ

તળાવ ઓવરફ્લો થયા પછી અમારા બોર અને કુવાઓના તળો ઉંચા આવે છે..ગૌતમેશ્વર શિવાઈ અમારો અન્ય વિકલ્પ નથી..અમારી જમીનો અહીં આવેલી છે..અમારી રોજીરોટી છે..અને હક છે..ખેડૂતોએ તંત્રને રોષભેર રજૂઆતો કરી

બ્રિજેશ ગૌસ્વામી
છ વર્ષ પછી સિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે અને નવાનીર આવ્યા છે ખેડૂતમાં આનંદનો પાર નથી બીજી તરફ ગૌતમેશ્વર ઓવરફ્લો થયા બાદ રાત્રીના સમયે તરશિંગડા ગામ નજીક આવેલ ગૌતમી નદીનો પાળો તૂટવાના મામલે સિહોરના સાત ગામના ખેડૂતોમાં રોષ ફેલાયો છે આજે સિહોરના સાત ગામના કચોટીયા, વડીયા, ઉસરડ, મગલાણા, ઘાંઘળી, ભાણગઢ વિસ્તારના ખેડૂતોએ આજે મામલતદાર કચેરી ખાતે રોષભેર રજુઆત કરીને ગૌતમી નદી પોતાની રોજી રોટી છે અને પોતાની જમીનો આ વિસ્તાર આવેલી હોવાથી ગૌતમી તળાવના કારણે બોર અને કુવાના તળ ઉંચા આવે જેથી હાલ જે સ્થિતિમાં પાણીનો સ્ત્રોત વહી રહો છે તે ચાલુ રાખવામાં આવે તેવી સાત જેટલા ગામોના ખેડૂતો આગેવાનોએ રજુઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ગૌતમી નદી પરાપૂર્વથી પોતાના નિશ્ચિત માર્ગે કોઈપણ અડચણ વિના વહેતી હતી અને તેના સ્ત્રાવ વિસ્તાર અને વહેણ વિસ્તારને પાણી સમૃદ્ધ કરતી હતી પરંતુ સિહોર શહેરની વધતી વસ્તીને પીવાનું પાણી મળી રહે માટે તળાવ બાંધવામાં આવ્યું જે સર્વથા યોગ્ય છે આ તળાવ ભરાયા બાદ નદીમાં વહેતું પાણી આજુબાજુના સાત ગામોને જીવસમાં બની રહે છે અને ખેતરો વચ્ચેથી વહે છે જેના કારણે અહીં જમીનોમાં ભૂગર્ભજળ ઊંચું આવે છે જે વાટે અહીં ખેતી કરવામાં આવે છે એટલે ખેડૂતો માટે ગૌતમી નદીમાં ઓવરફ્લો થઈને પાણી માટેનું એકમાત્ર સાધન છે ઓવરફ્લો પાણી બંધ કરવામાં આવે તો નદી સુકાઈ જાય સાત જેટલા ગામોની જમીન વેરાન બને અને ખેડૂતો માટે અસહ્ય અને દુષ્કર સ્થિતિ બને માટે ગૌતમી નદી જે રીતે વહી રહી છે તે સ્થિતિમાં રહે દેવા માટે સાત જેટલા ગામના ખેડૂતો આગેવાનો અગ્રણીઓએ આક્રોશભેર રજુઆત કરી હતી અને અન્યથા આંદોલન માટેની ચીમકી પણ ઉચ્ચારી છે..

બોક્સ..

ગૌતમેશ્વર ઓવરફ્લો થાય પછી જે નદીમાં પાણી આવે જેના કારણે સાતે સાત ગામો વચ્ચેથી પસાર થાય છે તળાવ ઓવરફ્લો થાય પછી ગૌતમ નદીમાં પાણી આવ્યા બાદ વાડીઓમાં કુવાઓના તળ ઉંચા આવે ત્યારે આ તળાવના કારણે હજારો ખેડૂતોનો નિભાવ છે

  • ચીંથરભાઈ પરમાર..વડીયા

સિહોર ગામની ઉપરવાસ તળાવ આવેલુ છે તળાવ ઓવરફ્લો થયા બાદ સિહોર શહેર સહિત સાત જેટલા ગામોને લાભ મળે છે સિહોર શહેરના પાણીના પ્રશ્ન માટે તળાવ બંધાયું છે અને ત્યાર બાદ આજુબાજુના ગામોને તેમનો લાભ મળે અને હક પણ ગણાય પરંતુ હક કોઈ છીનવી જાય તો આપની જમવાની તૈયાર થાળી માંથી કોઈક લઈ જાય તેવો વિષય અહીં ઉપસ્થિત થયો છે જેથી ભગવાન દરેકને સદબુદ્ધિ આપે..

  • ભાવશંગભાઈ મોરી વડીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here