ઇન્ચાર્જ મામલતદાર મોરી સાથે સીધી વાત..તમામ જગ્યાઓ પર સ્થિતિ સામાન્ય છે કોઈ તકલીફ કે ટેનશનની બાબત નથી અમારું તંત્ર એલર્ટ છે..અને જે તે વિભાગોને જરૂરી સૂચનાઓ અપાઈ ચુકી છે

સલીમ બરફવાળા
આજે સિહોરનું ગૌતમેશ્વર તળાવ ૬ વર્ષ પછી ભરાયું છે પાણીના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ થયો છે શહેરના કેટલાક નગરપાલિકા તંત્ર દ્વારા સૂચનાઓ અને રિક્ષાઓ ફેરવી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો આ વર્ષે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિઓ સર્જાઈ છે ત્યારે ભાવનગર જિલ્લા પર ખાસ કરીને સિહોર અને પંથકમાં કુદરત મહેરબાન થયો છે આજે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ચેતવણી રૂપે સોશ્યલ મીડિયા મારફત મીડિયા દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી તળાવના ભયજનક વિસ્તારોમાં ન જવા સૂચનાઓ આપવામા આવી હતી જ્યારે તળાવ ઓવરફ્લોને કારણે સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં કસોડિયા, ઉસરડ, ઘાંઘળી, ભાણગઢ વિસ્તારોને નુકશાન કરી શકે છે જોકે આ અંગે શંખનાદ દ્વારા ઇન્ચાર્જ મામલતદાર મોરીનો સંપર્ક કરાયો હતો અને સ્થિતિ અંગે પૂછતાં કરી હતી જોકે અધિકારીનું કહેવું છે કે ગૌતમી નદી આવવાના કારણે સિહોરના કસોટિયા, ઉસરડ, ઘાંઘળી, ભાનગઢ આ ચાર જેટલા ગામોમાં પાણી આવી શકે છે જોકે હાલ સ્થિતિ સામાન્ય છે તંત્ર એલર્ટ છે અને દરેક ગામોના તલાટી સરપંચ આગેવાનોને સૂચના અને વાકેફ કરી દેવાયા છે હાલ તમામ ગામોમાં સ્થિતિ સામાન્ય છે અને તંત્ર પણ સાબદુ છે અને કોઈ ટેનશન કે ચિંતાની બાબત નથી તેવું ઇન્ચાર્જ મામલતદાર મોરીએ એક વાતચિતમાં જણાવ્યું હતું જોકે છેલ્લા બે દિવસથી સમગ્ર ઘટનાની તમામ નજર અને ખબર અને ગૌતમેશ્વર તળાવને લઈ કલકેટર શૈલેષ ગોકલાણી સતત નજર રાખી રહ્યા છે અને તંત્ર વિભાગોને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે