
નિલેશ આહીર
સિહોરના ઘાંઘળી નજીક રાઘવ પેટ્રોલપંપ નજીક ગતરાત્રીના કોઈ પણ સમયે મારુતિવાન નાળામાં ખાબકતા વધુ એક મુસ્લિમ યુવકે જીવ ખોયો છે ગઈકાલે સણોસરા નજીક ટ્રેલર બાઈક વચ્ચે અકસ્માતમાં સિહોરના યુવાને ઇલ્યાસે જીવ ગુમાવ્યા બાદ ગતરાત્રીના સમયે ઉમરાળા ગામે રહેતા સૈયદ ફિરોજ હાજીભાઈ જેઓ કોઈ કારણોસર કામ અર્થે ભાવનગર ગયા હતા જેઓ ગતરાત્રીના કોઈ પણ સમયે ઉમરાળા પરત ફરતી વેળાએ સિહોરના ઘાંઘળી ગામ નજીક આવેલ પેટ્રોલપંપ પાસે સામેના વાહનની લાઈટથી અંજાઈ જતા મૃતક ફિરોજ પાસે રહેલી મારુતિવાન નાળામાં ખાબકી હતી જેના કારણે ફિરોજનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેને કઈ ઉમરાળામાં શોકની લાગણી પ્રસરી છે બનાવને લઈ વલભીપુર પોલીસ બનાવ સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.