શંખનાદ કાર્યાલય
સૌરાષ્ટ્રની શાન સમી ઘોઘા-દહેજ રો રોપેક્ષ ફેરી સર્વિસ કે જેને દહેજ તરફ ડ્રેજિંગની મુશ્કેલી ને લઈ અચોક્કસ મુદત માટે બંધ બાદ 31 ઓક્ટોબર ના રોજ ફરી કાર્યરત કરવાની જાહેરાત કરવાં આવી હતી.જેમાં મુદત વીતી ગયા બાદ નવો વાયદો આપવામાં આવ્યો છે. ઘોઘા-દહેજ રો-પેકસ ફેરી સેવા ફરી શરૂ થવાની તારીખ માં ફરી ફેરફાર થયો છે. જેમાં 31 ઓકટોબર ના રોજ શરૂ થવાની હતી રો રો ફેરી પરંતુ દહેજ ખાતે ડ્રેજિંગ પ્રોબ્લેમના કારણે ફરી રો રો ફેરી સર્વિસ શરૂ થવા ની તારીખ લંબાવાઈ છે કારણ માત્ર એક જ છે દહેજ ખાતે ડ્રેજિંગ પ્રોબ્લમ ના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આ ડ્રિમ પ્રોજેકટ ને ફરી ગ્રહણ લાગ્યું છે .રો-પેક્સ સર્વિસ બંધ થઈ એ ને અંદાજીત એક થી દોઢ માસ વિત્યા, પરંતુ હજુ ડ્રેઝિંગ નું મહૂતૅ ના આવ્યું અને 600 કરોડ નો બહુ હેતુક પ્રોઝેકટ બિનઉપયોગી થઈ પડ્યો. ભાવનગર ના ઘોઘા ખાતે શરૂ કરાયેલ ઘોઘા-દહેજ રો-પેકસ ફેરી સેવા છેલ્લાં દોઢ માસ થી બંધ છે, દક્ષિણ ગુજરાત ના દહેજ ખાતે સમયસર ડ્રેઝીગ ન થવા ના કારણે ફેરી સેવા સ્થગિત કરવાની ઈન્ડિગો ને ફરજ પડી હતી હાલ દહેજ ખાતે ડ્રેજિંગ નું કામ શરૂ હોવાથી રો રો ફેરી સર્વિસ ને શરૂ કરવા ની ફરી થી તારીખ લાબાઈ છે રો રો ફેરી મેનેજમેન્ટ નું કહેવું છે કે આગામી તારીખ 10 થી 12 તારીખ સુધી માં ફરી રો રો ફેરી સર્વિસ શરૂ થઈ શકે તેવા એંધાણ રો રો ફેરી મેનેજમેન્ટ આપ્યા છે હવે જોવા નું એ રહ્યું કે શું આગામી સમય માં પી એમ મોદી ના આ ડ્રિમ પ્રોજેક્ટ રેગ્યુલર શરૂ રહે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here