હરીશ પવાર
ભાવનગર શહેરમાં યુવાધનને ગેરમાર્ગે દોરી બરબાદ કરતા નશીલા પદાર્થોનું વેચાણ ચોરીછુપી કરવામાં આવી રહ્યું હોય જે અંગેની પુરતી બાતમી પોલીસ તેના બાતમીદારો પાસેથી પ્રાપ્ત કરી આવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા પોલીસતંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જે બાબતે એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે વડવા વિસ્તારમાં રહેતા વિજયસિંહ ઉદયસિંહ જાડેજાના રહેણાંકીય મકાનમાં ત્રાટકી રેઇડ કરતા મકાનમાંથી ૫૦ ગ્રામ ચરસ, ગાંજાના પડીકા -૧૬ તથા મોટી માત્રામાં છુટા ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે વિજયસિંહ જાડેજાની ચરસ-ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી એફ.એસ.એલ ની મદદ વડે ગાંજા-ચરસ નું પરીક્ષણ કરાવી આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here