સિહોર ૧૮૧ ટીમે વિખુટા પડતા પરિવારને બચાવી લીધો: સમાધાનનો માર્ગ કાઢી સુમેળ કરાવ્યો

૧૮૧ ટીમની સુપર્બ અને બિરદાવવા લાયકની કામગીરી, એક પરિવારનો માણો વિખરાતો બચ્યો

હરીશ પવાર
સમાજમાં અમુક બનતી ઘટનાઓ મગજને અચરજ પમાડે તેવી બને છે હજુ પણ સમાજોમાં જુનવાણી વિચારોની પરંપરા જોવા મળી રહી છે પતિના મૃત્યુ પછી દિયર સાથે લગ્ન કરવાના રીત-રિવાજો કેટલાક સમાજોમાં હજુ પણ ચાલે છે જોકે અહીં ૧૮૧ ટીમને અભિનંદન આપવા પડે કારણકે પરિવારનો વખરાતો માળાને બચાવી લીધો છે વાત જાણે એમ છે કે સિહોરના વાલ્કીમી વાસમાં રહેતા નીતિન વાઘેલાના લગ્ન મુંબઈ વિરાર ખાતે પિયર ધરાવતી પાયલ સાથે દસ વર્ષ પહેલાં થયા હતા છ વર્ષના લગ્નગાળાના સમયમાં બે બાળકોનો જન્મ થયો તે અરસા દરમિયાન પતિ નીતિન વાઘેલાનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારમાં ભારે શોક છવાયો હતો પતિની મરણવીધી બાદ સમાજના રીત રિવાજો પ્રમાણે પતિ નીતિનના મૃત્યુ પછી દિયર પ્રકાશ સાથે પાયલના લગ્ન થયા ચાર વર્ષ દિયર અને છ વર્ષ પતિ રહ્યા પછી પ્રકાશ હાલ ટ્રક ચલાવે છે જે પાયલને દારૂ પીઈને હેરાનગતિ મારઝૂટ કરી ઝગડો કરે છે પાયલ સિહોર નગરપાલિકા વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે સમગ્ર ઘટનાની જાણ સિહોર ૧૮૧ ટીમને થતા જેમના મહિલા અધિકારી શિલ્પાબેન પરમાર અને દિવ્યાબેન ને સમગ્ર ઘટનાની જાણ થતાં પાયલના પતિને રૂબરૂ બોલાવી ઠપકો આપીને સમજાવટ કરી વિખરાતા પરિવારના માળાને બચાવી લીધો છે ત્યારે અહીં સિહોર ૧૮૧ ટીમને અભિનંદન આપવા ઘટશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here