ટેકાના ભાવે મગફળી ખરીદી નો યાર્ડમાં સરકાર દ્વારા પ્રારંભ, જીલ્લામાં પાંચ મથકો પર ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે.
ચિત્રા યાર્ડ ખાતે આજે પ્રથમ દિને ૧૫ ખેડૂતો પૈકી એકપણ બપોર સુધીના આવ્યા, અધિકારીઓ, ટીમ અને મજુરો કાંટા સાથે યાર્ડમાં જોઈ રહ્યા છે ખેડૂતોની રાહ.
ખેડૂતો યાર્ડમાં હરરાજીમાં વધુ ભાવે અન્ય વેપારીને માલ વેચી કરી રહ્યા છે રોકડી, સરકારના ટેકાના ભાવે ખરીદીના નિયમો ખેડૂતોને ભારે પડી રહ્યા છે.

સલીમ બરફવાળા
રાજ્યસરકાર દ્વારા લાભપાંચમના શુભદિનેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કર્યો છે. જેમાં ચિત્રા માર્કેટિંગયાર્ડ ખાતે આજે સવારે ૮.૩૦ કલાકથી યાર્ડના અધિકારીઓ ખેડૂતોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સરકારે જાહેર કરેલા મગફળીના રૂ.૧૦૧૮ પ્રતિ મણનો ભાવ ઓછો હોય અને બહારમાં કે યાર્ડના અન્ય વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી રોકડે રૂ.૧૧૦૦ કે તેથી વધુ ભાવે ખરીદી કરવામાં આવતી હોય ખેડૂતોની સરકારની જાહેરાત સામે નારાજગી સામે આવી હતી. ભાવનગર માર્કેટિંગયાર્ડ ખાતે આજથી એટલે કે લાભપાંચમના પર્વે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી નો પ્રારંભ કર્યો હતો. વહેલી સવારથી જ અધિકારીઓ, ખરીદીની બે ટીમો, મજુરો, કાંટા સહિતની સાધનસામગ્રી સાથે યાર્ડ ખાતે હાજર થઇ ગયા હતા અને અગાઉથી ૧૫ જેટલા ખેડૂતો કે જેમણે ટેકાના ભાવે મગફળી વેચવા અંગેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને તેમની સાથે આ બાબતે ટેલીફોનીક વાતચીત પણ થઇ હોય તેની રાહ જોઈ રહ્યા હતા. બપોર ૧૨.૦૦ વાગ્યા તો પણ એકપણ ખેડૂત પોતાની મગફળી લઇ ને વેચાણ માટે ત્યાં પહોચ્યો ના હતો. જયારે અમુક ખેડૂતો બપોર બાદ આવશે તેમ ટેલીફોનમાં જણાવી રહ્યા હતા. પાંચ સેન્ટરો પર હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો પ્રારંભ થયો છે. જેમાં કુલ ૧૮૦૦૦ જેટલા ખેડૂતોએ પોતાનો માલ વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ચિત્રા યાર્ડ ખાતે જ ૧૦૮૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભાવનગર યાર્ડમાં મગફળીના ઢગલા અને ગુણોના થપ્પા જોવા મળે છે. ખેડૂતો દિવાળીનો માહોલ પૂર્ણ થતા જ પોતાની મગફળી ને વેચાણ માટે લઇ યાર્ડમાં પહોચ્યા હતા. પરંતુ તેઓ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં જોડાયા ના હતા. ખેડૂતો સરકારના ટેકાના ભાવની જાહેરાત અને નિયમોથી નારાજ છે.જેમાં મગફળીના માલ નો ઉતારો ૬૫ %શીંગદાણા અને ૩૫ % ફોતરા આવવો જોઈ એ અને જો તે ના આવે તો તેની ખરીદી ટેકાના ભાવે થતી નથી ઉપરાંત ટેકાના ભાવે ખેડૂતોએ માલ વેચ્યા બાદ સરકાર તરફથી ૯૦ દિવસે રૂ. આપવામાં આવે છે જયારે વેપારીઓ સ્પોટ પરજ પેમેન્ટ કરી દે છે ઉપરાંત ટેકાના ભાવ કરતા વધુ ભાવ અહી મળતા હોય ખેડૂતો પોતાનો માલ સીધોજ યાર્ડમાં હરરાજીમાં વેચાણ કરી રહ્યા છે. એકતરફ એક માસ મોડો વરસાદ અને બાદમાં અતિવૃષ્ટિ જેવો માહોલ જેથી ખેતરોમાં પાક હજુ દિવાળી જતી રહી હોવા છતાં પુરતો લણી શકાયો નથી તેમજ જે પણ નીપજ આવી છે તે ખેડૂતો વહેચી ને રોકડી કરવાના મુડમાં છે ત્યારે હવે જોવું રહ્યું કે ખેડૂતો ટેકાના ભાવમાં જોડાય છે કે કેમ ?