ચારેબાજુ હર્ષની લાગણી, શહેરના પ્રત્યેક લોકોમાં ખુશાલી ની લહેર, છેલ્લે ૨૦૧૩ ના વર્ષમાં ગૌતમેશ્વર તળાવ ભરાયું હતું, શહેરમાં પાણીની મુખ્ય સમસ્યાનો અંત, ૪૬ દરબાજાઓ ખોલાયા, લોકોમાં રાજીપો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકા વિસ્તારોમાં આ વર્ષેના ચોમાસામાં કુદરત મહેરબાન થયો છે આજે ગૌતમેશ્વર તળાવ છલકાયુ છે અને શહેરના પ્રત્યેક નાગરિકમાં ખુલાશી નજરે ચડે છે ગઈકાલે ૨૬ ફૂટને પાર કરી ગયેલ તળાવની સપાટીમાં આખી રાત દરમિયાન ઉપરવાસ વરસાદને કારણે આવક શરૂ રહી અને જેના કારણે ગઈકાલથી તળાવના દરવાજા ઉપરથી પાણી વહેતુ થયું હતું આજે સતત બીજા દિવસે કુદરત મહેરબાન થતા ભારે વરસાદ ખાબક્યો હતો ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે ગૌતમેશ્વર તળાવમાં નવાનીરની સતત આવક શરૂ રહી અને આજે મોટા પ્રમાણમાં પાણીની આવક થતા અચાનક તળાવના ૪૬ દરવાજાઓ ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી અને જ્યારે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે આ લખનારને બરાબર યાદ છે અગાઉના ૨૦૧૩ના વર્ષમાં ગૌતમેશ્વર તળાવ ભરાયું હતું ત્યાર બાદના ૬ વર્ષ પછી આજે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે ત્યારે શહેરના પ્રત્યેક વ્યક્તિમાં એક અલગ ખુશાલી અને આંનદ જોવા મળે છે લોકો રાજીપો વ્યક્ત કરી રહ્યા ચારે બાજુ હર્ષની લાગણી ફેલાઇ છે અને ૨૦૧૩ પછીના છ વર્ષના કપરા સમયની પાણી મુશ્કેલી બાદ આજે કુદરત ફરી ઓળઘોળ થઈને મહેરબાન થયો છે અને શહેરની પાણીની મુખ્ય સમસ્યાનો અંત આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here