બાતમીના આધારે પીઆઇ કે.ડી.ગોહિલની ટીમને મળી સફળતા

હરેશ પવાર
ભાવનગર રેન્જ આઈજી સાહેબની સૂચના મુજબ ચોરાઉ બાઈકના ઇસમોને ઝડપી લેવા સંદેશ આપવામાં આવ્યા હતા જેને લઈને આજે સિહોર પોલીસ ટીમને સફળતા હાથ લાગી હતી. સિહોરમાં આજ રોજ વિકાસ ટ્રાન્સપોર્ટ પાછળ આવેલ પિન્ટુ સતારભાઈ ટાંકના ગેરેજે બે ઈસમો સપલેન્ડર બાઇક રીપેર કરવા આવેલ. જેના કાગળિયા ન હોવાની શંકા જતા સિહોર પોલીસ ને બાતમી મળતા પીઆઇ કે.ડી.ગોહિલ ની સૂચના થી પીએસઆઇ તેમજ ડી.સ્ટાફ દ્વારા ઇસમોની પૂછપરછ કરતા કાગળિયા ન હોવાનું અને શક પડતા વધુ તપાસ માટે પોલીસ મથકે લઈ ગયેલ . જ્યાં પૂછતાછ હાથ ધરતા સદરહુ ચોરીમાં બંને ભાગ રાખતા હતા જેમાં ઈસમ 1 અશોકભાઈ માધાભાઈ સરવૈયા જાતે કોળી ઉ.વ.39 મૂળ ભડલી અને હાલ ધ્રુપકા રોડ ઉપર આવેલ ઇટોના ભઠા માં સિહોર તેમજ ઈસમ 2 ભરતભાઇ રામજીભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ39 રહે રામનગર હાલમાં ઇટોના ભઠા માં પાસે રહેલ મો.સાયકલ કબજે કરીને મો.સ.કિંમત 15,000 ગણી કલમ 41(1) ડી મુજબ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી સિહોર પોલીસે હાથ ધરેલ છે કામગીરીમાં ગૌતમભાઈ, અર્જુનસિંહ, બીજલભાઈ, અશોકસિંહ, રામદેવસિંહ સહિત સ્ટાફ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here