ગૌતમેશ્વર તળાવના ૪૬ દરવાજાઓ ખુલતા ભાવનગર રાજકોટ હાઇવે બંધ કરવો પડ્યો, વાહનો કતારો લાગી, પોલીસ અને આગેવાનો દોડી ગયા, નજારો નિહાળવા લોકોના ટોળા

દેવરાજ બુધેલીયા
સિંહોર શહેરનું જીવસમાં ગૌતમેશ્વર તળાવ આજે છલકાયું છે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાના અહેવાલો મુજબ ગૌતમેશ્વર તળાવના દરવાજા ૪૬ જેટલા દરવાજાઓ ખુલતા પાણીના પ્રવાહને લઈ અડધા શહેરમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું હતું દેવરાજ બુધેલીયાનું કહેવું છે કે સિહોર પંથકના આજુબાજુ ગામોમાં વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવમાં પાણીની સતત આવકના કારણે આજે ૪૬ દરવાજાઓ ખુલતા શહેરના ગૌતમેશ્વર રોડ, સુરકાના દરવાજા, પ્રગટેશ્વર રોડ, ટાળા ચોકડી વિસ્તારોમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો ખાસ કરીને ભાવનગર રાજકોટ હાઇવે પુલ પરથી પાણીનો પ્રવાહને લઈ હાઈવે પર વાહનો બંધ કરવાની ફરજ પડી હતી દેવરાજ બુધેલીયાનું કહેવું છે ૨૦૧૩ બાદ છ વર્ષ પછી પુલ પર પાણીના કારણે હાઇવે બંધ થયો હતો વાહનોની કતારો લાગી હતી દેવરાજનું કહેવું છે હાઇવે પર પાણીના કારણે રસ્તો બંધ થતાં પોલીસની સાથે આગેવાન અગ્રણીઓ દોડી ગયા હતા અંદાજે દોઢ કલાક જેવો સમય વાહન વ્યવહાર બંધ રહ્યો હતો હાલ પુલ પરથી પાણી ઓસરી જતા વાહન પુન શરૂ થયો છે જોકે ટાળા ચોકડી પેવન તરીકે ઓળખાતા પુલ પરથી જતું પાણીનો નજારો નિહાળવાનો એક લ્હાવો છે