જાળીયા ગામે સઘન વૃક્ષારોપણ આયોજનમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ અને શ્રી વિશ્વાનંદ માતાજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વનવિભાગ અને મનરેગા દ્વારા સંકલન રહ્યું છે.


શ્રી શિવકુંજ આશ્રમ – જાળિયામાં ચાલતા મહાયાગ આયોજન સાથે અહીં ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળા સહકારથી વનવિભાગ અને મનરેગા યોજના દ્વારા સંકલનથી સઘન વૃક્ષારોપણ આયોજન થયું છે. રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ અને શ્રી વિશ્વાનંદ માતાજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ધારાસભ્ય શ્રી મારુ તરફથી તેમના અનુદાનમાંથી વૃક્ષો માટે પિંઝરા ફાળવવાની જાહેરાત કરવામાં આવી.

સરપંચ શ્રી નીતિનભાઈ માણીયા, ઉપસરપંચ શ્રી અશોકભાઈ રાઠોડ, આચાર્ય શ્રી પ્રવીણભાઈ મકવાણા, શિક્ષક શ્રી પરેશભાઈ ખેર અને વિદ્યાર્થીઓ દ્વારા આ વૃક્ષારોપણ આયોજનમાં વન વિભાગના અધિકારી શ્રી સુમીતાબેન ડાકી સાથે શ્રી પઢાર તથા શ્રી પરમાર અને મનરેગા ગ્રામસેવક શ્રી એહમદ પઠાણ રહ્યા છે. અહીંયા મનરેગાના અધિકારી શ્રી મનહરસિંહ ગોહિલના માર્ગદર્શન સાથે સઘન વૃક્ષારોપણ આયોજન રવામાં આવ્યું છે.