સિહોરના બ્રહ્મકુંડ સામે સરકાર જોવે તેવી લોકોની લાગણી રહેલી છે

મૃતપાય અવસ્થામાંથી બ્રહ્મકુંડને બચાવવા અને ફરી બેઠું કરવા અનિલભાઈ મહેતા અને અશોકભાઈ મુનિએ પોતાની જાત ઘસી નાખી

દેવરાજ બુધેલીયા

સિહોરમાં જોવાલાયક સ્થળોમાંનુ  એક સ્થળ એટલે બ્રહ્મકુંડ દિવસે-દિવસે જર્જરીત બની રહેલા બ્રહ્મકુંડને બચાવવા સિહોરવાસીઓ દ્વારા દર માસના પ્રથમ દિવસે એટલે કે પડવાના દિવસે ઢળતી સાંજના શુમારે 126 દીવડાઓ પ્રગટાવવામાં આવે છે ખાસ કરીને અહીં અનિલભાઈ મહેતા (દાદા) અને મુનિ શેઠને એટલે યાદ કરવા પડશે કારણકે આ બન્ને એ બ્રહ્મકુંડને બચાવવા પોતાની જાતને ઘસી નાખીને બ્રહ્મકુંડને ફરી બેઠું કરીને ફરી એક અલગ છાપ ઉભી કરી છે સિહોર નહિ સમગ્ર જિલ્લા અને રાજ્યમાં બ્રહ્મકુંડ એક એતિહાસિક ધરોહર છે અહીં ભાવિક ભકતજનો પિતૃ મોક્ષાર્થેની વિધિ કરાવવા આવે છે. ઉપરાંત સિહોરના નવનાથ પૈકીના એક નાથ કામનાથ પણ અહીં આવેલા છે. તેમજ અહીં વિવિધ દેવી દેવતાઓની 126 મૂર્તિઓ પણ આવેલી છે. આટલા ભવ્ય ઐતિહાસિક ધરોહર સમાન આ સ્થળને જાળવી રાખવું એ દરેક સિહોરવાસીઓ અને પુરાતન વિભાગની નૈતિક ફરજ છે અને શહેરના લોકોની લાગણી પણ છે અહીં સાધુ-સંતો,સામાજિક સંસ્થાઓ, મીડિયા અને આમ જનતા દ્વારા દર માસના પહેલા દિવસે એટલે સુદ એકમના દિવસે ઢળતી સાંજે બ્રહ્મકુંડની હાલતમાં સુધારો કરવામાં આવે અને મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે તેવા શુભ હેતુથી 126 દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. સિહોરવાસીઓએ શરૂ કરેલ આ સ્વયંભુ યજ્ઞ આગામી દિવસોમાં કોઇ ચોકકસ પરિણામ આવશે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here