આજે સવારે સોશ્યલ મીડિયા મારફત ગીતાબેને પત્રકારોને વોટ્સએપમાં લેટર મોકલાવ્યો જેમાં પોતે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો લેટરમાં ઉલ્લેખ છે
આ અંગે શંખનાદ દ્વારા બે વખત ગીતાબેનના મોબાઈલ ફોન પર સંપર્ક સાંધ્યો હતો જોકે મોબાઈલની રીંગો પુરી થઈ ગઈ..ફોન રિસીવ ન થયો: ભાજપમાં જોડાઇ તેવી પણ વાત

સલીમ બરફવાળા
ભાવનગર જિલ્લા કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે જિલ્લાના મહિલા પ્રમુખ ગીતાબેન કોતરે અચાનક રાજીનામું ધરી દેતા સ્થાનિક થી લઈ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે મૂળ સિહોરના આહીર સમાજના મહિલા અગ્રણી અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી કાર્યભાર સંભાળતા ગીતાબેન કોતરે આજે સવારે જિલ્લા પ્રમુખપદેથી રાજીનામુ ધરી દેતા ફરી એક વખત કોંગ્રેસમાં કકળાટ હોવાનું દેખાઈ રહ્યું છે અગાઉ પણ એકાદ વખત મહિલા અગ્રણી અને જિલ્લા મહિલા પ્રમુખ ગીતાબેને પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપ્યું હતું પરંતુ જેઓનું રાજીનામું સ્વીકારાયું ન હતું આજે સવારે ગીતાબેન કોતરે પત્રકારોને સોશ્યલ મીડિયા વોટ્સએપના માધ્યમથી પોતે અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનો લેટર મોકલાવ્યો હતો અને જેની નકલ પ્રદેશ મહિલા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડને પણ રવાના કરી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે આ અંગે શંખનાદ દ્વારા ગીતાબેન કોતરનો મોબાઈલ ફોન પર સંપર્ક કરાયો છે બે વખત ટ્રાઇ કરવા છતાં ફોન રીસીવ થયો ન હતો જ્યારે ગીતાબેનના રાજીનામાં અંગેના વધુ માહિતી મેળવવા શંખનાદના સહયોગી હરેશ પવાર અને બ્રિજેશ ગૌસ્વામી ગીતાબેનના નિવાસસ્થાને પણ મુલાકાત માટે ગયા હતા જોકે ગીતાબેન તેમના ઘરે પણ હાજર ન હોવાથી રાજીનામાં પાછળના અંગત કારણો જાણી શકાયા નથી પરંતું રાજકારણના બુદ્ધિજીવી લોકો માની રહ્યા છે કે ગીતાબેન કોતર આવતા દિવસોમાં ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરશે..ભાજપમાં જોડાઈ તેવી અટકળો વચ્ચે ગીતાબેનનું રાજીનામું પ્રદેશ કક્ષાએથી સ્વીકારાઈ છે કે કેમ..હાલતો રાજીનામા પાછળ અનેક સવાલો છે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ છે.