એક તરફ સ્કૂલમાં ભૂતિયા વિધાર્થીઓ સામે આક્ષેપો અને તપાસની માંગ, બીજી તરફ સદસ્ય અને સરપંચ વચ્ચેનો મામલો ચરમસીમાઓ સુધી, આજે સ્કૂલના આચાર્યએ અખબાર યાદી મોકલી જેમાં કહ્યું છે કે કેટલાક આગેવાનો અમારી નિષ્ઠાને હાનિ પોહચાડી અમારા વિરોદ્ધ ખોટી રાવ ઉભી કરે છે

અરવિંદભાઈ બેલડિયા અને સભ્યો કહે છે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ, ૧૫૦ થી વધુ વિધાર્થીઓ જ્ઞાનગંગામાં ભણે છે અને બતાવાય છે ટાણાની સ્કૂલમાં, મામલો તપાસ માંગી લે છે, આ મામલે કઈ પણ કહેવું મુશ્કેલ પણ કંઈક રંધાઈ રહ્યું છે

શંખનાદ કાર્યાલય
ટાણા ગ્રામ પંચાયત સંચાલિત સંધવી ટી.ઝેડ હાઈસ્કૂલમાં ભુતિયા છાત્રોની શંકાને લઈને પંચાયતના સભ્યો દ્રારા થડઁ પાટીઁ તપાસ કરવાની માંગ સાથે ડીઈઓ સમક્ષ ધા નાખવામાં આવતા ચક્રચાર મચી ગઈ હતી જે મામલે અગાઉ સરપંચ બાદ હવે સ્ફુલના આચાર્યના કહેવા મુજબ આ મામલે કેટલાક સભ્યો બદનામ કરતા હોવાનું જણાવ્યું છે ટાણા ગ્રામપંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી સભ્યો અને સરપંચ વચ્ચે વાદવિવાદો ચાલે છે અગાઉ સરપંચ સામે કેટલાક સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા નાનકડા રાજકારણમાં મોટો ખળભળાટ સર્જાયો હતો જોકે તે પ્રકરણમાં સરપંચે ફરી વિશ્વાસનો મત મેળવી સરપંચની ખુરશીને બચાવવા સફળ રહ્યા હતા ત્યારે ચારેક દિવસ પહેલા ફરી ટાણા સ્કૂલમાં કેટલાક ભૂતિયા છાત્રોની ઉચ્ચ કક્ષાએ કેટલાક સભ્યો દ્વારા રજૂઆતો થતા ફરી રાજકારણ ગરમાયુ હતું જોકે આ મામલે સ્ફુલના આચાર્ય વિઠ્ઠલભાઈના કહેવા મુજબ આ સ્કૂલમાં ૨૮ વર્ષથી તન મન અને નિષ્ઠાથી ફરજ બજાવું છે અને જેનો દરેક ગ્રામજનોને પણ ખ્યાલ છે બીજી તરફ અમુક સભ્યોનું કહેવું છે આચાર્ય દ્વારા હાઈસ્કૂલમાં ભૂતિયા છાત્રોનું કૌભાંડ થયું અને તે મામલે રજૂઆતો પણ થઈ ટાણાના આગેવાન અરવિંદભાઈ અને સભ્યોનું કહેવું છે ૧૫૦ થી વધુ વિધાર્થીઓ જ્ઞાનગંગામાં ભણે છે અને હાજરી અહીં પુરાઈ છે જોકે સમગ્ર મામલો બહાર આવતા આ કૌભાંડને દબાવી દેવા રાતોરાત લિવિંગ સર્ટી કાઢીને સમગ્ર મામલો સગેવગે કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું અહીં એક સવાલ એ છે કે જો આ મામલામાં કઈ સત્ય હોઈ તો ૧૫૦ થી વધુ વિધાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જોકે હાલ આ વિધાર્થીઓ જ્ઞાનગંગા સંસ્થા અથવા ટાણા હાઇસ્કુલના વિવાદો વચ્ચે ફસાયા હોવાનું પ્રાથમિક જણાઈ રહ્યું છે જોકે આ સમગ્ર મામલે હાલ કઈ પણ કહેવું મુશ્કેલ છે મામલો તપાસ માંગી લે છે વિષય તપાસનો છે પરંતુ તમામ બાબતો અને આક્ષેપો વચ્ચે સ્થાનિક રાજકારણ ગરમાયુ છે તે નક્કી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here