પંચાયતના કેટલાક સભ્યો દ્વારા ટાણા ગ્રામ પંચાયત સંચાલિત સંઘવી ટી ઝેડ હાઇસ્કુલમાં ભૂતિયા છાત્રોની શંકા વ્યક્ત કરી રજૂઆતો કરી તપાસની માંગ કરી

આજે સરપંચે મીડિયાને અખબાર યાદી મોકલી..જેમાં ઉલ્લેખ છે કે કેટલાક સભ્યો અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ ગયા જેને લઈ શિક્ષણિક સંસ્થાને બદનામ કરી રહ્યા છે..અમારા વર્ગોની સંખ્યા વાસ્તવિક છે

સલીમ બરફવાળા
સિહોર તાલુકાના ટાણા પંચાયત સરપંચ સહિતના સભ્યોની અંદરો-અંદરની ડખ્ખામારી હવે ચરમની સીમાઓ વટી ચુકી છે અગાઉ હજુ થોડા દિવસ પહેલાં શૈક્ષણિક સંસ્થામાં ગેરરીતિ બાબતે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી જોકે તેમાં જે તે સભ્યો નિષ્ફળ ગયા હતા જેમાં વિશ્વાસના મતમાં મહિલા સરપંચનો ફરી વિજય મેળવી ને સરપંચપદે યથાવત રહ્યા હતા હજુ અવિશ્વાસનું પ્રકરણ માંડ પૂરું થયું ત્યાં ફરી કેટલાક સભ્યોએ ટાણા ગ્રામ પંચાયત સંચાલિત ચાલતી સંઘવી ટી ઝેડ હાઈસ્કૂલમાં ભૂતિયા છાત્રોની શંકા વ્યક્ત કરી ને ડીઇઓ સમક્ષ ઘા નાખતા ભારે ચકચાર મચી હતી અને સભ્યો દ્વારા થર્ડ પાર્ટી પાસે તાત્કાલિક તપાસની માંગ કરી હતી જોકે આજે આ મામલે સરપંચે મીડિયાને અખબાર યાદી મોકલી છે જેમાં ઉલ્લેખ છે કે આ ચાલુ માસે અમારા કેટલાક સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવેલ જેમાં તેઓ નિષ્ફળ જતા પંચાયતના અમુક સભ્યો દ્વારા વ્યક્તિગત સ્વાર્થ તેમજ ગામતળ અને ગૌચરમાં દબાણ કરેલ તેમજ પંચાયતના વિકાસના કામોમાં ભાગ બટાઈ કરવાના હેતુસર તેમજ બીજી અન્ય ખાનગી શાળાના સંચાલકો દ્વારા ખોટી માહિતી ઉપજાવી કાઢી પંચાયતના સભ્યોને ઉશ્કેરવામાં આવે છે જેથી અમારી શૈક્ષણિક સંસ્થાને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અને હાલ પણ અમારી શૈક્ષણિક સંસ્થામાં વિધાર્થી અને વર્ગની સંખ્યા વાસ્તવિક છે તેવું સરપંચની અખબાર યાદીમાં જણાવ્યું છે ત્યારે ટાણા પંચાયત સભ્યોની સરપંચની ખુરશી માટેની અંદરો-અંદરની ડખ્ખામારી અને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો મામલો વિવાદિત બની રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here