લોકોનો અવાજ, મીડિયાના અહેવાલો, અને આગેવાનોની રજુઆત તંત્રના કાને બરાબર અથડાઈ, મહિલા તબીબ મનસ્વીની માલવીયાને મુકાયા

હરીશ પવાર
સિંહોર તાલુકાનું સૌથી મોટું ટાણા જ્યાં પીએચસી સેન્ટર આવેલું છે જે સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી કાયમિક તબીબ ન હોવાથી લોકોને હેરાનગતિ ઉભી થવા પામી હતી ટાણા સાથે આજુબાજુના વિસ જેટલા ગામોમાં પોણા લાખની વસ્તીનો અવાજ બનીને લોકોનો અવાજ મીડિયાના અહેવાલો અને કેટલાક આગેવાનોની રજુઆત તંત્રના કાન સુધી બરાબર અથડાઈ છે અને સાથે તંત્રને લોકોની મુશ્કેલી પણ બરાબર સમજાઈ છે થોડા દિવસ પહેલા સ્થાનિક આગેવાનબની રજૂઆત બાદ બીજા દિવસે ટાણા પીએચસીના અહેવાલો મીડિયાઓમાં ચમક્યા હતા અને જેની નોંધ ભાવનગર સાંસદની ચૂંટણી લડેલા મનહર પટેલ સુધી પોહચી હતી જેમણે પણ આ બાબતે તંત્ર વિભાગમાં રજુઆત કરી હતી ત્યાર બાદ નાનુભાઈ ડાખરા દ્વારા પણ તંત્રને લેખિત આપવામાં આવ્યું હતું ત્યારે સિહોરના ઉસરડ કેન્દ્ર પર ફરજ બજાવતા મહિલા તબીબ મનસ્વીની માલવીયાને ટાણા કેન્દ્ર ખાતે મુકવામાં આવ્યા છે ત્યારે લોકોની પડતી મુશ્કેલી તંત્રએ સારી જાણીને ટાણા પીએચસી ખાતે મહિલા તબીબની નિમણુંક કરતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here