ધારાસભ્ય પ્રવીણભાઈ મારૂના અધ્યક્ષ સ્થાને નુતન વર્ષાભિનંદન કાર્યક્રમ

દેવરાજ બુધેલીયા
સવંત ૨૦૭૬ ના નવા વર્ષે નિમિતે શુભેચ્છા ની આપ-લે કરી શકે તેવા હેતુ થી ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મારુના અદયક્ષ સ્થાને ૧૦૬ ગઢડા વિધાનસભા ક્ષેત્ર નુ સ્નેહ મિલન ગઈકાલે સોમવારે ધોળા ઉત્સવ હોટલની સામે ,ધોળા બાયપાસ, કનુભાઈ ભીંગરડીયાના ફાર્મ ઉપર રાખવામાં આવેલ આ સ્નેહ મિલન સમારોહમા ભાવનગર તથા બોટાદ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રમુખશ્રી, ગઢડા,ઉમરાળા,વલભીપુરના કોંગ્રેસ પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો,કોંગ્રેસ,આગેવાનો, શુભેચ્છકો સહિત આશરે 200 જેટલા કાર્યકર્તા હાજર રહેલત્યારબાદ ઉમરાળા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના પાકવીમાં મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ઉગ્ર રજુઆત કરવામાં આવી.