પ્રધાનમંત્રીની લોકો માટે જાહેરાત કરતા ફાટેલા બેનર તંત્રની આંખે વળગતા નથી લાગતા ?

નવી બનતી નગરપાલિકા સામે જ બેનરની દુર્દશા થી તંત્ર અજાણ કેમ ?
હરેશ પવાર
માર્ગ અકસ્માત રોકવા માટે થઈને માનનીય પ્રધાનમંત્રી દ્વારા લોકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતતા લાવવા માટે થઈને ઠેરઠેર મોટા બેનરો લગાવીને લાખોનો ખર્ચો કરવામાં આવે છે. ત્યારે સિહોરના એલ.ડી મુનિ હાઈસ્કૂલ ની નજીક અને તેની સામે નવનિયુક્ત નગરપાલિકા નું બિલ્ડીંગ આકાર લઈ રહ્યય છે ત્યારે તેની સામે જ આ જાહેરાતના બેનરના જાણી જોઈને જ ચીંથરેહાલ કરી દેવામાં આવ્યા હોય તે રીતે લટકી રહ્યું છે. જ્યારે આ બેનર ફાટેલી તૂટેલી હાલતમાં લાગી રહ્યું છે ત્યારે તંત્ર એટલું બધું તો ક્યાં વિકાસના કામમાં લાગી ગયું છે કે જેને મોદી સાહેબના જાહેરાત વાળા બેનર દેખાઈ રહ્યા નથી એ નવાઈ કહેવાય. પીએમ મોદી દેશના વિકાસ માટે દિવસ રાત જોયા વગર કામ માં લાગેલા છે ત્યારે તંત્ર ને એક નાનું ફાટેલું બેનર પણ ધ્યાને આવતું નથી પ્રધાનમંત્રીનું ચીંથરેહાલ બેનરને લઈ બુધ્ધિજીવી લોકોમાં રોષ વ્યાપ્યો છે