ઉમરાળા તાલુકા ભરના કોળી સમાજના લોકો ઉમટી પડ્યા સંમેલનમાં

નિલેશ આહીર
ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયું સંમેલન જિલ્લાભરના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોમાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જવેરભાઈ ભાલીયા, એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ, યુનિવર્સિટી સેનેટ સભ્ય શિવાભાઈ ડાભી,ભાવનગર કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, બોટાદ જિલ્લા કોંગ્રેસ પક્ષ પ્રમુખ રમેશભાઈ મેર,કોર્પોરેટર મુકેશભાઈ, ઉમરાળા તાલુકા પંચાયત પ્રમુખ પતિ ઘનશ્યામભાઈ ખેરાળા ઉમરાળા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ બાવચંદભાઈ જાદવ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ આગેવાનો દ્વારા વર્તમાન રાજ્ય સરકાર ઉપર બિનસચિવાલય પરીક્ષા રદ કરવા મુદ્દે આક્રોશ સાથે આકરા પ્રહારો કર્યા હતા પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાનું જણાવ્યું હતુ.