માતાજીના ચાલુ માંડવાના કાર્યક્રમમાં યુવાને કલાકારને લાફા ઝીંકી દીધા, વીડિયો વાઇરલ
કલાકાર દારૂ પીને સ્ટેજ પર આવ્યો હોવાની લોકોમાં ચર્ચા, વિડિઓ બોટાદનો હોવાનું કહેવાય છે

રઘુવીર મકવાણા
બોટાદના સાળંગપુર રોડ પર માતાજીના માંડવાના કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ માંડવાના કાર્યક્રમમાં કલાકારને સ્ટેજ પર જ યુવાને લાફાવાળી કરી હતી. બાદમાં અન્ય યુવાનો દ્વારા લાફા મારનાર યુવાનને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધો હતો. બાદમાં કલાકાર નીચે ઉતરતા જ લોકોએ ફરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. થયેલો એક લોક ડાયરો હાલ સોશ્યલ મીડિયા સહિત તમામ પ્લેટફોર્મ્સ પર ફેમસ થઈ રહ્યો છે. એવું નથી કે ડાયરામાં ધરખમ રૂપિયાનો વરસાદ થયો છે પરંતુ આ ડાયરામાં લાફા અને ટપલીઓનો વરસાદ થયો હતો. હા, માતાજીના માંડવાના ડાયરામાં ગાયક કલાકાર પર ચાલુ ડાયરાએ જ યુવકે લાફાઓ વરસાવ્યા ત્યાં થોડી વાર પછી તેમના પર લોકોએ પણ ટપલીઓ વરસાવી હતી. જોકે બાદમાં કેટલાક લોકોએ વચ્ચે પડીને ગાયકને બચાવી લીધા નહીં તો કદાચ અહીં મારમારીને સુજાડી દીધા હોત એટલો આક્રોશ હતો. અહીં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કલાકાર માતાજીના કાર્યક્રમમાં દારુ પીને આવ્યો હતો અને ભજન નશાની હાલતમાં કરતા તેની જીભ પણ થોથવાતી હતી. ઉલ્લેખનીય છે કે ડાયરામાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. માતાજીની ગરીમા આવા કાર્યક્રમોમાં જળવાતી હોતી નથી, કારણ કે દારુ પીને આવી પવિત્ર કામગીરીમાં આવવું તે અપમાન સમાન ગણાય છે. આ વીડિયો બોટાદના સાળંગપુર ખાતેનો હવાનું સામે આવ્યું છે.