પ્રદીપસિંહ જાડેજા એટલે ગુજરાત પોલીસનું ગૌરવ, અગાઉ ભાવનગર પાલીતાણા ખાતે ફરજ બજાવી ચૂકેલા પ્રદીપસિંહ રાષ્ટ્રીય લેવલે સન્માનીય કરાયા, પ્રદીપસિંહ ને અગાઉ પણ અનેક એવોર્ડ મળી ચુક્યા છે

સલીમ બરફવાળા
રાષ્ટ્રપતિ ચંદ્રક, કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ ઈન્વેસ્ટીગેશન ઓફિસર તરીકેનો એવોર્ડ તથા ઈ-કોપ એવોર્ડ જેવા અનેક એવોર્ડો મેળવી પોલીસ તંત્રની શાન વધારનાર જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસાવદર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા બહુમાન થતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સન્માન મેળવવામાં તેઓએ હેટ્રીક સર્જતા મૂળ રાજકોટ જિલ્લાના સુકીસાજડીયાળીના વતની અને ગુજરાતભરમાં વિશાળ શુભેચ્છકો ધરાવતા આ અધિકારીના પ્રસંશકોમાં હરખની હેલી ચઢી છે. અને અભિનંદનની વર્ષા સાંબેલાધારે થઈ રહી છે. આ અગાઉ પણ ભાવનગર પાલીતાણા સહિત સુરેન્દ્રનગર અને લીંબડી પંથકની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓનું રાજ્ય સરકાર દ્વારા બહુમાન કરવામાં આવેલ. ૧૮-૧૦-૧૯૯૩મા સીધી ભરતીથી પીએસઆઈ નિમાયા બાદ વડોદરા શહેર, સુરેન્દ્રનગર જિલ્લા, અમદાવાદ શહેર, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને નશાબંધી ખાતામાં યશસ્વી ફરજ ધ્યાને લઈ તેઓને પીઆઈ તરીકે ૨૦૦૭માં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવવાની તક સાંપડી હતી. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પાલીતાણા, વડોદરા શહેર અને સ્પેશ્યલ બ્રાંચમાં ફરજ બજાવેલ.
તા. ૫-૮-૨૦૧૫ના રોજ ડીવાયએસપી તરીકે બઢતી પામી એસીપી કંટ્રોલ (વડોદરા) તથા લીંબડીની કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા લીંબડી અને ત્યાર બાદ રાજકોટ શહેરમાં પોસ્ટીંગ આપ્યા બાદ જૂનાગઢના લોકોની લાગણી ધ્યાને લઈ ત્યાં પોસ્ટીંગ આપવામાં આવેલ. જૂનાગઢ જિલ્લામાં ચોરવાડમાં પીએસઆઈ તરીકેના કાર્યકાળ દરમિયાન લોકભાગીદારીથી ગડુ શેરબાગ ખાતે પોલીસ ચોકીનું નિર્માણ કરેલ. તેઓ જ્યાં જ્યાં ફરજ પર ગયા ત્યાં લોકો આજે પણ તેમને યાદ કરે છે. ૨૦૧૬માં વડોદરા શહેર ખાતે પ્રસંશનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર આ અધિકારીને ૨૦૧૮માં પોકેટ કોપ એપ્લીકેશનના ઉપયોગ કરવા બદલ ઈકોપ એવોર્ડ આપવામાં આવેલ. જે સમયે તેઓનું સન્માન મંત્રી જયંતીભાઈ કવાડિયા અને પરબતભાઈ પટેલ હસ્તે કરવામાં આવેલ. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં તેઓનું આ ત્રીજુ સન્માન છે.
ભાવનગરના ડબલ મર્ડર કિસ્સામાં ગુન્હો તથા ગુન્હેગારને તાત્કાલીક શોધી કાઢવા સાથે સાયન્ટીફીક પુરાવાઓ એકઠા કરી આરોપીને આજીવન કેદની સજા કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય યુનિયન હોમ મીનીસ્ટર્સ મેડલ ફોર એકસલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન ૨૦૧૮ પ્રદાન કરવામાં આવેલ…