દેવરાજ બુધેલીયા
સિહોર સહિત ભાવનગર અને જિલ્લામાં ડેન્ગ્યુએ ફુફાડો માર્યો છે તો સાથે મેલેરિયાએ પણ માથું ઉંચક્યું છે. ખાલી ભાવનગરમાં તંત્રના સર્વેમાં જ એક જ દિવસમાં મેલેરિયાના ર00થી વધુ કેસ નાેંધાતા ખળભળાટ સજાર્યો છે. જો કે, શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરી અને અસરગ્રસ્ત દર્દીઆેને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા સલાહ આપવામા આવી રહી છે.ભાવનગરમાં ડેન્ગ્યુની સાથે સાથે વાઇરલ ફીવર પણ જોવા મળી રહ્યાે છે. જેમાં તાવ, શરદી, ઉઘરસના કેસોની સંખ્યામાં ઉછાળો નાેંધાયો છે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં આેપીડીના રોજિંદા દદ}આેની સંખ્યા 1400થી 1800 પર પહાેંચી ગઇ છે. જેમાં મોટાભાગે તાવ, શરદીના કેસ સામે આવી રહ્યાં છે. આમ, ભાવનગરમાં ડેન્ગ્યુ બાદ હાલ મેલેરિયા અને ઋતુજન્ય રોગચાળાનો પ્રકોપ જોવા મળી રહ્યાે છે. ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત હેલ્થ સેન્ટરો દીઠ તેના વિસ્તારમાં આવતા ઘરોમાં સર્વે કરી એક જ દિવસમાં મેલેરિયાના 202 કેસ શોધી તેની સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. મ્યુ.આરોગ્ય વિભાગ દ્વારા 15930 ઘરોમાં સરવે કરવામા આવ્યો હતો. જેમાં 496 દદ}આે તાવના નાેંધાયા હતા. જે પૈકી 202 કેસ મેલેરિયાના હોવાનું સામે આવ્યું છે. મ્યુ.આરોગ્ય અધિકારી સિંહાએ જણાવ્યા મુજબ હાલમાં શહેરમાં ઋતુજન્ય રોગચાળાના દદ}ની સંખ્યામાં વધારો થયો છે આથી આરોગ્ય સ્ટાફ દ્વારા ડોર ટુ ડોર સરવે થઇ રહ્યાે છે. એક દિવસમાં 67 હજાર લોકોનો સીધો સંપર્ક કરવામા આવી રહ્યાે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here